
ગુજરાતીઓને લાગ્યો મોટો ઝટકો.સ્માર્ટ મીટર માટે ગ્રાહકની પૂર્વ મંજૂરી લેવાની જરૂર નથી.હવે આ ચૂકાદો આવતાં લોકો ઘરે આવતા વીજકંપનીઓના અધિકારીઓને ના નહીં કહી શકે.ગુજરાતમાં હવે સ્માર્ટ મીટર લગાવવા માટે ગ્રાહકની પૂર્વ મંજૂરીની જરૂરી નથી અને વીજ વિતરણ કંપનીને લાગુ કાયદા અને નિયમો હેઠળ હાલના મીટરને પોતાના ર્નિણયથી અથવા તો ગ્રાહકની વિનંતીના આધારે બદલવાનો અધિકાર હોવાનો ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલે આપ્યો છે. લોકો પહેલાંથી સ્માર્ટ મીટર અંગે વિરોધ કરી રહ્યાં છે. હવે આ ચૂકાદો આવતાં લોકો ઘરે આવતા વીજકંપનીઓના અધિકારીઓને ના નહીં કહી શકે. જેમ ખેડૂતોએ વીજથાંભલાઓ બાબતે વિરોધ નોંધાવ્યો એમ આ બાબતે પણ ભારે વિરોધ થાય તેવી પૂરી સંભાવના છે. લોકોને ડર છે કે સ્માર્ટ મીટર આવ્યા બાદ સરકાર પાવર સિસ્ટમ પર પોતાનો કબજાે જમાવી લેશે વડોદરાના પ્રતાપનગર વિસ્તારના મહેન્દ્ર ડી. પટેલ વિરૂદ્ધ લાલબાગ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર (એમજીવીસીએલ)ના કેસના સંદર્ભમાં વીજ લોકપાલે ઉપરોક્ત ચૂકાદો આપ્યો હતો. વીજ ગ્રાહકે દાવો કર્યો હતો કે, તેની મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું જેના કારણે ઓટો ડેબિટ સુવિધા પ્રભાવિત થઈ અને વીજ જાેડાણ કપાયું હતું.
સુનાવણી દરમિયાન એમજીવીસીએલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, વીજ કંપનીને ઇલેક્ટ્રિસિટી એક્ટ, હેઠળ વીજ કંપનીને સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનો તથા જરૂરી હોય ત્યારે હાલના મીટરને બદલવાની સત્તા પ્રાપ્ત છે. આ કાનૂની જાેગવાઈઓમાં ક્યાંય પણ ગ્રાહકની પૂર્વ મંજૂરી ફરજિયાત માનવામાં આવી નથી. વીજ લોકપાલે આ રજૂઆત સ્વીકારી હતી અને નોંધ્યું હતું કે, અરજદાર ગ્રાહક સ્માર્ટ મીટરના કોઈ ટેકનિકલ ખામી, ખોટું રીડિંગ અથવા બિલિંગમાં ગરબડ હોવાના કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આથી માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ અથવા જૂનું મીટર પુન: સ્થાપિત કરવાની માગ કાયદેસર રીતે સ્વીકાર્ય બની શકતી નથી. ગ્રાહકો માત્ર શંકા કે વિરોધના આધારે જૂનું પરંપરાગત મીટર ફરીથી લગાવવાની માંગ કાયદેસર રીતે કરી શકશે નહીં.
ગ્રાહકને જાે સ્માર્ટ મીટર અંગે શંકા હોય તો જર્ક ઇલે. સપ્લાય કોડની જાેગવાઈ મુજબ થર્ડ પાર્ટી મીટર ટેસ્ટિંગ કરાવી શકાય છે. ગુજરાતમાં જે ગ્રાહકો ‘પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના‘ હેઠળ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવી રહ્યા છે, તેમના માટે વીજ કંપનીઓ દ્વારા બાય-ડિરેક્શનલ સ્માર્ટ મીટર (ઇમ્પોર્ટ-એક્સપોર્ટ રીડિંગ માટે) ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ છે, ત્યારથી ગ્રાહકો દ્વારા મુખ્યત્વે આ બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ માટેના કારણો પણ છે. ગ્રાહકોની ફરિયાદ છે કે પ્રિ-પેઇડ સ્માર્ટ મીટરમાં પૈસા ઝડપથી કપાઈ જાય છે. ટેકનિકલ ખામી અથવા ખોટા રીડિંગના કારણે બિલ વધુ આવવાનો ડર, લોકોમાં હજુ એ વહેમ છે કે આ બિલો ખોટા રીડિંગ કરે છે પૂરતું બેલેન્સ ન હોવાને કારણે પાવર સપ્લાય અચાનક બંધ થઈ જવો.




