
કેન્દ્ર સરકારે પગલા લેવાનું શરૂ કરી દીધું.ભારત માત્ર અમેરિકા સુધી જ મર્યાદિત નથી રહેવા માંગતા.સરકારી તેલ કંપનીઓ અલ્જીરિયા, અજેર્ન્ટિના, નાઈઝીરિયા અને મલેશિયા જેવા અન્ય દેશો પાસેથી પણ એલપીજી ખરીદવાના રસ્તા શોધી રહી છે.કોઈપણ સંકટ સમયે દેશમાં રાંધણ ગેસની પર્યાપ્ત આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે પગલા લેવાનું શરૂ કરી દીધું છે. અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન એલપીજી સપ્લાયનો જે સંકટ પેદા થયો હતો, ત્યારબાદ હવે ભારત કોઈ એક દેશ પર અથવા ક્ષેત્ર પર ર્નિભર નથી રહેવા માંગતો. આ જ કારણ છે કે, ખાડી દેશો પર ર્નિભરતા ઘટાડવા માટે હવે ભારત અમેરિકા પાસેથી બમણી ન્ઁય્ ખરીદી કરવા પર વિચાર કરી રહ્યો છે. હાલ ભારત દર વર્ષે અમેરિકા પાસેથી લગભગ ૨૨ લાખ ટન એલપીજી આયાત કરે છે.
એક રિપોર્ટ અનુસાર, અમેરિકા સાથે વર્તમાન ન્ઁય્ ખરીદી કોન્ટ્રાક્ટનું પ્રમાણ બમણું કરવામાં આવી શકે છે. ભારત માત્ર અમેરિકા સુધી જ મર્યાદિત નથી રહેવા માંગતો. સરકારી તેલ કંપનીઓ હવે અલ્જીરિયા, અજેર્ન્ટિના, નાઈઝીરિયા અને મલેશિયા જેવા અન્ય દેશો પાસેથી પણ એલપીજી ખરીદવાના રસ્તા શોધી રહી છે.
ભારતે નવેમ્બર ૨૦૨૫માં અમેરિકા સાથે એક વર્ષની સ્ટ્રક્ચર્ડ ડિલ કરી હતી, જેના હેઠળ ૨૦૨૬માં દેશની કૂલ વાર્ષિક જરૂરિયાતના ૧૦ ટકા એલપીજી અમેરિકાથી આવવાનો હતો. જ્યારે ખાડી દેશોમાંથી આવનારા એલપીજી કાર્ગો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાઈ ગયા હતા, ત્યારે અમેરિકા ભારતનો સૌથી મોટો મદદગાર તરીકે સાબિત થયો હતો.
કેપ્લરના હાલના આંકડાઓ અનુસાર, ભારતે અમેરિકા પાસેથી એલપીજી આયાતમાં જાેરદાર વધારો કર્યો છે. વર્ષ ૨૦૨૫માં ભારતના કૂલ એલપીજી આયાતમાં અમેરિકાની હિસ્સેદારી ૮ ટકાથી ઓછી હતી. તે જાન્યુઆરી, ૨૦૨૬માં વધીને ૧૨ ટકા, ફેબ્રુઆરીમાં ૧૩ ટકા અને માર્ચમાં વધીને ૩૭ ટકા થઈ ગઈ. માર્ચમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળવા અને રૂટ પ્રભાવિત થયા પછી એપ્રિલમાં આ હિસ્સેદારી ૪૦%, મેમાં ૫૫% અને જૂનમાં રેકોર્ડ ૬૫% પર પહોંચી ગઈ. આ ફેરફારથી ન માત્ર ભારતને ઇંધણ મળ્યું, પરંતુ અમેરિકાથી ઊર્જા આયાત વધવાને કારણે બંને દેશો વચ્ચે વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) ઘટાડવામાં પણ મદદ મળી રહી છે.




