
૩૧મી ડિસેમ્બર પહેલા દારુ છુપાવાનો બુટલેગરનો કિમીયો.ગુપ્ત ભોયરામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત.ગેસ સિલીન્ડર નીચે રહેલી ટાઇલ્સ હટાવીને જાેતાં ગુપ્ત ભોંયરુ જાેવા મળ્ય.વડોદરા ગ્રામ્ય ન્ઝ્રમ્ ટીમે ડભોઈ તાલુકાના અરણીયા ગામમાં દરોડો પાડીને અરણીયા ગામમાં રહેતા દિનેશ ઉર્ફે પકો શનાભાઈ બારીયાના ઘરના રસોડામાં ગેસના સિલિન્ડરની ટાઇલ્સ નીચે ગુપ્ત ભોયરું બનાવી, તેમાં છુપાવી રાખેલા ગેરકાયદેસર વિદેશી દારૂ ને જપ્ત કર્યો હતો.
આ બાબતની જાણકારી મળી આવતા ન્ઝ્રમ્ ટીમે તરત રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન આરોપી દિનેશભાઈ હાજર ન હતો, પોલીસને શંકા જતાં રસોડામાં ગેસ સિલીન્ડર નીચે રહેલી ટાઇલ્સ હટાવીને જાેતાં ગુપ્ત ભોંયરુ જાેવા મળ્યું હતું.
પોલીસે ગુપ્ત ભોયરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૧૩૬૮ ક્વાર્ટર અને બીયરના ટીન જપ્ત કર્યા હતા. પોલીસે લગભગ રૂ. ૩.૩૧ લાખનો દારુ જપ્ત કર્યો હતો.
પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આ મામલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.




