
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ટેક્ષટાઇલ માર્કેટ અને ડાયમંડ સિટીથી ઓળખાતા સુરત શહેર ઇન્ટરનેશનલ માર્કેટ છે. અને એ જ માર્કેટોમાંથી માલ વિદેશોમાં એક્સપોર્ટ થાય છે. અને ભારતના અનેક રાજયોમાં પણ વિવિધ ટેક્ષટાઇલ નો માલ વેચાણ અર્થે જતો હોય છે. જે એક એજન્સી અને આડતિયાઓ હસ્તક હોલસેલના વેપારીઓથી લઈને સેમી હોલસેલ સુધી પહોંચીને છૂટક ગ્રાહકો સુધી માર્કેટના નીતિ-નિયમો અને ધારા-ધોરણે વેચાણ થતું હોય છે.
જે હોલસેલ વેપારીઓ એજ એજન્સીઓ અને આડતિયાઓ ઉપર કરોડો રૂપિયાનો માલ એમની વિશ્વસનિયતાને ધ્યાનમાં લઈ દેશના અન્ય રાજયો સહિત વિદેશોમાં જતો હતો. એ વિશ્વાસનો દૂરઉપયોગ કરીને એજન્સીઓ અને આડતિયાઓ એમના પોતાના નામે બિલો બનાવી વેચાણ લેનાર માલના વેપારીઓ પાસે ધારા- ધોરણના નીતિ-નિયમોનો ભંગ કરીને આડતિયાઓ અને એજન્સીઓના સંચાલકો વહેલું પેમેન્ટ પોતાના નામે લઈને હોલસેલ વેપારીઓને લાંબાગાળા સુધી પેમેન્ટ કરતાં નથી એના કારણે આખરે કંટાળેલા હોલસેલ વેપારીઓ જ્યારે માલ લેનાર મૂળ પાર્ટીને ફોન કરે છે ત્યારે આખું ભોપાળું બહાર આવતા જ હોલસેલ વેપારીઓ ચોંકી જતાં હોય છે. અને જ્યારે માલના બાકી પેમેન્ટ માટે એજન્સીઓ કે આડતિયાઓને પૂછવામાં આવે છે ત્યારે તેઓ ગેંગેફેફે થઈને વેપારીઓ સામે હાથ જોડી કરગરે છે. અને મીઠીમીઠી વાતો કરી એજન્સીઓના સંચાલકો અને આડતિયાઓ આખરે પોતાના ખાતાના ચેક હોલસેલ વેપારીઓને આપી મામલો ઠંડો પાડે છે.
પરંતુ આ એજન્સીઓ અને આડતિયાઓ એ આપેલા ચેકો વેપારીઓ લખેલી તારીખે ના નાંખે અને સમય વિતાવેએ પ્રકારની ગાઈડલાઇન એજન્સીઓ અને આડતિયાઓના એડવોકેટો આપતા હોવાથી ચેકની તારીખનો સમય વીતી જતાં કોઈ કાયદેસર કાર્યવાહી હોલસેલ વેપારીઓ કરી શકતા નથી. કારણકે તેઓ પોલીસ સ્ટેશનો અને કોર્ટ કચેરીના ચક્કરમાં પડવા માંગતા નહીં હોવાથી એનો એજન્સીઓ અને આડતિયાઓ દૂરઉપયોગ કરે છે. આમ હોલસેલ વેપારીઓના પેમેન્ટ ધારા-ધોરણનો ભંગ કરી ટકાવારી વધુ કાપી પેમેન્ટ લઈ લેતા એજન્સી સંચાલકો અને આડતિયાઓ એરપ્લેનોમાં મુસાફરી કરી દેશ-વિદેશોમાં રાતો રંગીન કરતાં હોય છે. જ્યારે મૂળ માલનો માલિક હોલસેલ વેપારી બિચારો પાર્ટી પાસે બાકી પૈસા લેવા દેશ-વિદેશમાં બસ અને ટ્રેનો ધ્વારા મુસાફરી કરતો હોય છે. જ્યારે માલ લેનાર પાર્ટી હોલસેલ વેપારીઓને જણાવેછે કે તમારું પેમેન્ટ તો બે મહિના પહેલા થઈ ગયું છે. ત્યારે વેપારીના પગ નીચેથી ધરતી ખસી જાય છે.
આવી મોડસ ઓપરેન્ડી આડતિયાઓ અને એજન્સીઓ ધ્વારા બંધ દુકાનો ભાડે રાખીને અન્ય ત્રાહિત વ્યક્તિને બેસાડી હોલસેલ વેપારીઓ પાસે માલ ખરીદીને માલ બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી દુકાનોના પાટીયા બંધ કરીને રાતો રાત નવ-દો- ગ્યારાહ ગણી જતાં હોલસેલ વેપારીઓને રાતા પાણીએ રોવાના બનાવો પણ બની રહ્યા છે.
હવે એજ પ્રકારે ડાયમંડના ધંધામાં પણ હીરાના કારખાનેદારોના પેમેન્ટો બાયરો ધ્વારા ચાંઉ કરી જવાતા હીરાના કારખાનેદારોને કારીગરોને ચુકવવામાં આવતા પેમેન્ટ નહીં મળતા ભીંસમાં આવીને કારખાનેદારોએ ભૂતકાળમાં આપઘાત કરવાના બનાવો બની ગયા છે અને બની રહ્યા છે. એમાં પણ બાયરો હસ્તક કાચો માલ ઈમ્પોર્ટ કરાતો હોય છે અને એ જ માલ હીરાના કારખાનેદારો દ્વારા હીરાના કારીગરો પાસે તૈયાર કરાવીને જે તે પાર્ટીને બાયરો હસ્તક એકસપોર્ટ કરાતો હોય છે. જેના પેમેન્ટ બાયરો દ્વારા લઈ લેવાતા હોય છે અને હીરાના કારખાનેદારોને જ્યારે ખબર પડે છે કે મારા તૈયાર માલનું પેમેન્ટ બાયર દ્વારા લઈ લેવાયું છે. ત્યારે બાયરો પણ કાપડ માર્કેટના આડતિયાઓ જેવી નીતિ અપનાવી હીરાના કારખાનેદારોને ઉઠાં ભણાવે છે. જેનાથી હીરાના કારખાનેદારો પણ આખરે પોલીસ સ્ટેશન કે કોર્ટ કચેરીના ચક્કરમાં પડવા નહીં માંગતા હોવાથી એમની ભલમનસાઈ નો દુરુપયોગ કરીને બાયરો આવા ગોરખ ધંધાઓ કરતા હોવાથી હીરાના કારખાનેદારો પણ કાપડ માર્કેટના વેપારીઓ માફક જ્યારે તપાસ કરે છે ત્યારે બાયરોનો ભાંડો ફૂટે છે. એ જ બાયરો એરોપ્લેનમાં ફરીને રંગરેલીયા કરતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી એવા મૂળ સુરતના અને એ પણ મજૂરાગેટ વિસ્તારના રહેવાસી હોય ત્યારે આવા બનતા ગંભીર ગુનાઓ માટે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ ટેક્ષટાઇલમાં બનતા ચીટીંગ માટે પી.આઈ અને સ્ટાફની નિમણુંક કરવી જોઈએ. જે માત્ર ટેક્ષટાઇલના ગુનાની તપાસ કરી શકે. એ જ રીતે મહિધરપુરા તથા વરાછા પોલીસ સ્ટેશનમાં પણ ડાયમંડમાં થતા ચીટીંગ માટે સ્પેશિયલ પી.આઇ સહિત સ્ટાફની નિમણુંક કરવી જોઈએ જે માત્ર ડાયમંડ ના ચીટીંગની તપાસ કરી શકે.
આ બાબતે વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના દક્ષિણ ગુજરાતના પ્રમુખ છગનલાલ દોલતરામ મેવાડા એવા વેપારીઓ પાસે એફિડેવીટ કરાવશે કે જેઓએ એજન્સીઓ કે આડતિયાઓ અને બાયરો ને પેમેન્ટ સમય કરતાં વહેલું કર્યું હોય અને એ પેમેન્ટ મૂળ હોલસેલ કાપડના વેપારીઓને કે રફ તૈયાર કરનાર હીરાના કારખાનાદારો ને ના મળ્યું હોય. અને એમના માટે હાઇકોર્ટમાં જાહેર હિતની પિટિશન (PIL) દાખલ કરીને વેપારીઓના ન્યાય માટે લડત ચલાવશે.
આખરે આ સંસ્થા દ્વારા નાયબ મુખ્યમંત્રીને ખાસ અપીલ કરીને આવા કેસો અંગે ગંભીર બની ઘટતું કરવા નમ્ર અપીલ છે.




