
પાલનપુરના ગુરૂનાનક ચોકમાં ધરણાં : ટ્રાફીક જામ : એસટી બસો રોકાઈ
પાલનપુરના ગુરૂનાનક ચોકમાં કોંગ્રેસના ધરણાં : કાંતી ખરાડી અને ગુલાબસિંહની કરાઈ અટકાયત : એસટી બસ
ઉપર ચઢીને કરાયુ વિરોધ પ્રદર્શન
રાહુલ ગાંધી દ્વારા ચુંટણી આયોગ સામે સવાલો ઉઠાવીને વોટ ચોરી કરાતી હોવાના આક્ષેપો સાથે સત્તાધારી પક્ષ ભાજપ સામે ગંભીર
આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારબાદ દેશભરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યાે છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ફરી એકવાર જિલ્લા કોંગ્રેસ દ્વારા ગુરૂ નાનક ચોકમાં વોટ ચોર, ગદ્દી છોડ ના સુત્રોચ્ચાર
સાથે આક્રમક દેખાવ કરી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યાે હતો. જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુરના ગુરૂનાનક ચોકમાં ધરણાં કરી
ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરાતા ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસ કાર્યકરોએ એસટી બસ રોકી બસ પર ચઢીને વોટ ચોરી મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જાે કે પોલીસે ધરણાં કરી રહેલા કોંગ્રેસીઓની અટકાયત કરતા ઘર્ષણની પરીસ્થિતિ ઉભી થઈ હતી. પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત, ધારાસભ્ય કાંતીભાઈ ખરાડી, અમરતજી ઠાકોર અને મહિલા કાર્યકરો સહિત ૧૦૦ થી વધુ લોકોની અટકાયત કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ ચુંટણીપંચ પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના ઈશારે ચુંટણીપ્રક્રિયામાં ગેરરીતી થઈ રહી છે. આ મુદ્દે રાજયવ્યાપી

