
ડોક્ટરને ઝોકું આવતા મોટો અકસ્માત સર્જાયો! લાંબી સર્જરી કરીને થાકેલા ડોક્ટરને બ્રિજ પર ઝોકું આવી ગયું સુરતમાં પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાતે અકસ્માત સર્જાયો : કારે બ્રિજ પર અનેક વાહનોને અડફેટે લીધા.
સુરતમાં પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાતે અકસ્માત સર્જાયો હતો. બેકાબુ બનેલી કારે બ્રિજ પર અનેક વાહનોને અડફેટે લીધા હતા. જેમાં કાર ચાલક ડૉ. વિરલકાંત નલિનકાંત ચૌધરીએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં ૪ જેટલા લોકોને ઈજા પહોંચી છે. તો પોલીસે ડૉક્ટરની અટકાયત કરી હતી. સુરતના પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. હોન્ડા કંપનીની ઉઇ-ફ કાર નંબર ય્ત્ન ૧૯ છસ્ ૮૯૭૬ ના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આ કાર ચાલક ડૉ. વિરલકાંત નલિનકાંત ચૌધરી હોવાનું સામે આવ્યું છે. ડૉ. વિરલકાંત ભાઠા ગામ પાલ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
કાર બેકાબૂ થતા બ્રિજ પર જઈ રહેલા અન્ય વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં કુલ ૫ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જેમાં હિમ્મતભાઈ બોરીચા, ભાવીકબેન ચુડાસમા, પારૂલબેન રાઠોડ ઈજાગ્રસ્ત થયા છે. તો મનીષાબેન રાઠોડ અને પ્રકાશસિંગને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને મૈત્રી, સિવિલ અને સાયોના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.
ડૉ. વિરલકાંત લાઈફ લાઈન હોસ્પિટલ અને વિનસ હોસ્પિટલ સાથે જાેડાયેલા છે. તેઓ સુદીપ હોસ્પિટલમાં સર્જરી પૂર્ણ કરીને ઘરે ફરતા સમયે અકસ્માત સર્જાયો હતો. લાંબી સર્જરી બાદ થાકને કારણે બ્રિજ ઉતરતી વખતે ઝોકું આવ્યાનું ડોક્ટરે પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યું.
તો બીજી તરફ, પાલ પોલીસે ઘટનાસ્થળનો પંચનામો કરી કાર સહિત વાહનો કબજે કર્યા હતા. ડોક્ટરની અટકાયત કરી સીસીટીવી ફૂટેજ અને મેડિકલ તપાસ સાથે આગળની કાર્યવાહી શરૂ કરી છે.




