
ઉત્તર પ્રદેશના કાનપુરની ઘટના સરકારી નોકરી નહીં મળતાં બી-ટેક ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું સ્યુસાઈડ નોટમાં મૃતકે લખ્યું સોરી પપ્પા… સરકારી નોકરી માટે ૫૦ વખત પ્રયાસ કરેલા છે, પરંતુ સફળતા મળી નથી. મને માફ કરજાે બી-ટેક ગોલ્ડ મેડાલિસ્ટ ૨૩ વર્ષીય યુવકે કાનપુર ખાતે પોતાના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. અનેક પ્રયાસ છતાં સરકારી નોકરી નહીં મળતા યુવકે સોરી પાપા લખેલી સુસાઈડ નોટ મૂકી હતી. કાનપુરની ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં બી ટેક (ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ)ની ડિગ્રી મેળવનારાયુવકે ૨૦૨૪માં ઉત્તર પ્રદેશમાં ત્રીજાે રેન્ક મેળવ્યો હતો અને કોલેજ દ્વારા તેને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ગોવિંદ નગર વિસ્તારમાં પોતાના ત્રણ માળના નિવાસ સ્થાને પંખે લટકીને યુવકે જીવન ટૂંકાવ્યું હતું. મૃતક આનંદે રૂમનો દરવાજાે અંદરથી બંધ કરી દીધો હતો. પરિવારજનો બહાર ગયા હતા અને તેમના નોકરે વારંવાર દરવાજાે ખખડાવ્યો હતો, પરંતુ જવાબ મળ્યો ન હતો. બૂમાબૂમ વધતાં પડોશીઓ દોડી આવ્યા હતા અને દરવાજાે તોડીન અંદર જાેતાં આનંદનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મોટા ભાઈના લગ્ન નક્કી કરવા માટે આનંદના પરિવાજનો બિહાર ગયેલા હતા. પોલીસને આનંદના મૃતદેહ નજીકથી પાંચ લીટીની સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં આનંદે લખ્યુ હતું કે, સોરી પપ્પા… સરકારી નોકરી માટે ૫૦ વખત પ્રયાસ કરેલા છે, પરંતુ સફળતા મળી નથી. મને માફ કરજાે. મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ કાનપુરના ભૈરવ ઘાટ ખાતે આનંદની અંતિમ વિધિ કરવામાં આવી હતી. મૃતક આનંદના પિતા રાજકુમાર નિવૃત્ત છે. તેઓ બિહારના બક્સર ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. રાજકુમારે જણાવ્યું હતું કે, તેમના દીકરાએ ગ્રેજ્યુએશન પછી પાવર ગ્રીડ કોર્પાેરેશનમાં એક વર્ષની ઈન્ટર્નશિપ કરી હતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો.




