
સયાજીબાગ ઝૂમાં સિંહયુગનો અંત!.સર્પદંશથી સિંહણ “સમૃદ્ધિ”નું મોત, ૫ વર્ષમાં ૪ સિંહોના મોત.૧૨ એન્ટી-વેનમ ઇન્જેક્શન આપવા છતાં ન બચી શકી સમૃદ્ધિ.એક તરફ સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં સફેદ વાઘની જાેડીના આગમનથી ખુશીનો માહોલ હતો, ત્યાં બીજી તરફ એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. ઝેરી સાપ કરડવાને કારણે ૫ દિવસની સારવાર બાદ સિંહણ ‘સમૃદ્ધિ‘નું મોત નીપજ્યું છે. આ સાથે જ સયાજીબાગ હવે સિંહ વગરનું બન્યું છે, જે વન્યપ્રેમીઓ માટે મોટા આંચકા સમાન છે.
ગત સોમવારે બપોરના સમયે સયાજીબાગના સિંહના પિંજરામાં એક ઝેરી સાપ ઘૂસી આવ્યો હતો. સિંહણ સમૃદ્ધિની નજર સાપ પર પડતા બંને વચ્ચે થોડી ક્ષણો માટે ઝપાઝપી થઈ હતી. આ સંઘર્ષ દરમિયાન સાપે સિંહણને ડંખ માર્યો હતો. સાપનું ઝેર શરીરમાં ફેલાતા સમૃદ્ધિની હાલત લથડી હતી. ઘટનાની જાણ થતા જ ઝૂ વિભાગના કર્મચારીઓ અને ડોક્ટરોની ટીમ હરકતમાં આવી હતી. સિંહણને બચાવવા માટે સતત ૫ દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી. કુલ ૧૨ જેટલા ઝેર વિરોધી ઇન્જેક્શન અને બોટલ ચડાવવામાં આવ્યા.ગુરુવાર સુધી તબિયતમાં થોડો સુધારો જણાતો હતો, પરંતુ શુક્રવારે અચાનક ખેંચ આવતા સમૃદ્ધિએ દમ તોડ્યો હતો.
વડોદરાના આ ઐતિહાસિક પ્રાણીસંગ્રહાલયમાં છેલ્લા ૫ વર્ષમાં સિંહોના મોતે પ્રાણીપ્રેમીઓમાં ચિંતા જન્માવી છે. છેલ્લા પાંચ વર્ષનો ટ્રેક રેકોર્ડ ડરામણો છે.
૨૦૨૧: ગેલ નામની સિંહણનું મોત
૨૦૨૨: સમ્રાટ સિંહનું મોત
૨૦૨૩: કુંવર સિંહનું મોત
૨૦૨૫: સમૃદ્ધિ સિંહણનું મોત
અન્ય મોત: ૨૦૨૦માં હિપ્પો અને ૨૦૨૨માં રીંછનું પણ મોત થયું હતું. સયાજીબાગમાં અવાર-નવાર સાપ દેખાતા હોય છે, પરંતુ સિંહ જેવા કિંમતી વન્ય પ્રાણીના પિંજરા સુધી ઝેરી સાપ પહોંચી જાય તે સુરક્ષામાં મોટી ખામી ગણાય છે. જાેકે, ઝૂ ક્યુરેટર અને તેમની ટીમ હવે નવા સિંહ લાવવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ હાલ પૂરતું સયાજીબાગ ‘કિંગ ઓફ જંગલ‘ વગરનું થઈ ગયું છે.




