
પ્રાયોગિક ધોરણે માત્ર અમદાવાદથી શરૂ થશે, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા.હવે એસ.ટી.ની એક્સપ્રેસ બસોમાં મુસાફરો માટે ‘ફૂડ ઓન બસ’ સેવા.ફૂડ સપ્લાયમાં અનિયમિતતા કે સમયસર ફૂડ ન પહોંચાડવાના કિસ્સામાં રૂ. ૫,૦૦૦થી રૂ. ૧૦,૦૦૦ સુધીના દંડની જાેગવાઈ કરવામાં આવી.એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે તેની બસોમાં પણ સીટ ઉપર ફૂડ ઉપલબ્ધ કરાવવાનો નવો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. ‘ઓન ડિમાન્ડ પેકેટ ફૂડ – ફૂડ ઓન બસ’ નામની આ સેવા હેઠળ નિગમની એક્સપ્રેસ બસોમાં મુસાફરોને બસમાં પેકેટ ફૂડ મળી રહેશે.નિગમની નોન-ટ્રાફિક આવકમાં વધારો થાય તે હેતુથી આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે માત્ર અમદાવાદથી શરૂ કરાશે.
આ માટેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદથી પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નેહરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ, જશોદાનગર પોઈન્ટ તેમજ પિકઅપ સ્ટેન્ડ ખાતેથી ફૂડ ડિલિવરી આપવામાં આવશે.આ પ્રોજેક્ટ હેઠળ મુસાફરો એસ.ટી. નિગમની ઓનલાઇન OPRS મારફતે બસ ટિકિટની સાથે સાથે ફૂડ પણ અગાઉથી બુક કરી શકશે. મુસાફરી શરૂ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળે પહોંચવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં ફૂડ ઓર્ડર આપવો ફરજિયાત રહેશે. મુસાફરો મુસાફરી પહેલાં તેમજ મુસાફરી દરમિયાન પણ ઓનલાઇન ફૂડ બુકિંગ કરી શકશે. આ સુવિધા અમલમાં મૂકવા માટે એસ.ટી. નિગમ દ્વારા ‘એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ મારફતે વિવિધ એજન્સીઓ પાસેથી ઓનલાઇન ભાવપત્રકો મગાવવામાં આવ્યા છે. નક્કી કરાયેલી એજન્સી દ્વારા બસમાં તમાકુ, બીડી, ગુટકા, નોન-વેજ અથવા અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં નહીં આવે. તેમજ ફૂડ સપ્લાયમાં અનિયમિતતા કે સમયસર ફૂડ ન પહોંચાડવાના કિસ્સામાં રૂ. ૫,૦૦૦થી રૂ. ૧૦,૦૦૦ સુધીના દંડની જાેગવાઈ કરવામાં આવી છે.




