
નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત નાટક
જનતાને બતાવાશે : ભાજપ દ્વારા ૧૭ સપ્ટે. થી
ર ઓકટો. સુધી સેવા પખવાડીયાની કરાશે
ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭પ માં જન્મ દિવસની ઉજવણી અંતર્ગત ભાજપ
દ્વારા રાજયભરમાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી ર ઓકટોબર સુધી સેવા
પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે. દરેક જિલ્લામાંથી ૭પ૦ બ્લડ યુનિટ એકત્ર
કરવામાં આવશે. દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પનુ આયોજન કરવામાં
આવશે. નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત એક ગુજરાતી નાટક તૈયાર
કરવામાં આવ્યુ છે જે નાટક સમગ્ર ગુજરાતભરના ગામડાઓ અને શહેરોમાં
બતાવવામાં આવશે. સેવા પખવાડીયા અંતર્ગત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ
અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશકિત મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં કાર્યશાળા
બેઠક યોજાઈ હતી. આ અંગે સીઆર પાટીલે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ
દિવસથી મહાત્મા ગાંધીજી, લાલબહાદુર શાસ્ત્રીજી ના જન્મ દિવસ એટલે કે ૧૭ મી
સપ્ટેમ્બર થી ર ઓકટોબર દરમિયાન સેવા પખવાડીયા થકી વિવિધ
સેવાકીય કાર્યાે કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ દર વરસે
કરવામાં આવે છે. જેમાં વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે. સેવા
પખવાડીયા દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. જેમાં દરેક
જિલ્લામાં ૭પ૦ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવશે. વડાપ્રધાનના ૭પ માં જન્મ દિવસ
નિમિત્તે ૭પ૦ યુનિટ દરેક જિલ્લામાંથી એકત્ર કરવામાં આવશે. વડાપ્રધાને મહાત્મા
ગાંધીજીના સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવ્યુ છે તેને લઈ કાર્યક્રમ
પહેલા અને પછી સ્વચ્છતા કાર્યક્રમ યોજાશે, દિવ્યાંગ ભાઈ બહેનોનુ જીવન
સરળ થાય તે માટે જે પણ સાધનોની સહાય કરવાનો કેમ્પ દરેક
વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ તેમજ કાર્યકર્તાઓ કરશે. જેમાં
એનજીઓની સહાય અને સરકારની સહાય થકી દિવ્યાંગોને મદદ મળે
તેવો કાર્યક્રમ યોજાશે.
વધુમાં તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાનના એક પેડ મા કે નામ અભિયાનને
ખુબ મોટી સફળતા મળી છે જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ વૃક્ષો
વાવ્યા છે અને સેવા પખવાડીયા અંતર્ગત જિલ્લા, મહાનગર અને
તાલુકાઓમાં એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાશે. પ્રબધ્ધ નાગરીક સંમેલન
યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત એક પુસ્તક
તૈયાર કરવામાં આવ્યુ છે તેનુ વિતરણ પણ કરવામાં આવશે. પુસ્તક વેચાણ
પાછળ કોઈ ઈન્કમ કરવાની ભાવના નથી પરંતુ તે પુસ્તકથી લોકોને
પ્રેરણા મળે તે હેતુ છે. ગણપતિ મહોત્સવમાં ઓપરેશન સિંદુર ની થીમ
પર ગણપતિ મંડપોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદુર
થકી દેશ અને દુનિયાએ જાેયુ કે આપણા દેશમાં તૈયાર થયેલા શસ્ત્રોથી
પાકિસ્તાનમાં રહેલા આતંકવાદનો સફાયો કેવી રીતે કર્યાે છે. ખેલ
મહોત્સવમાં ધારાસભ્ય અને સાંસદ તેમના મતવિસ્તારમાં આયોજન કરે
અને નવા ખેલાડીઓને પ્રોત્સાહન મળે, જરૂરીયાતમંદ ખેલાડીઓને રમત
ગમતના સાધનોની સહાય કરવામાં આવશે, ખેલ મહોત્સવના કારણે
ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે આગળ વધી રહ્યુ છે. સેવા પખવાડીયા અંદર દરેક
પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
