
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ માટે દિવાળી
અગાઉ સરકારે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરતા કર્મચારીઓમાં ખુશીનુ
મોજુ ફરી વળ્યુ છે. મુખ્યમંત્રી દ્વારા એસટી નિગમના કર્મચારીઓને હાલમાં
મળતા મોંઘવારી ભથ્થામાં ર ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
છે. આ વધારા બાદ હવે કર્મચારીઓને પ૩ ટકાના બદલે પપ ટકા મુજબ
મોઘવારી ભથ્થુ ચુકવવામાં આવશે. આ નિર્ણય થી લાંબા સમયથી મોંઘવારી
ભથ્થામાં વધારાની રાહ જાેઈ રહેલા હજારો કર્મચારીઓમાં ખુશીનો માહોલ
છવાયો છે અને તેઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યાે છે.
મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે સાથે સરકારે કર્મચારીઓને
મોંઘવારી ભથ્થાના એરીયર્સ ની પણ ચુકવણી કરવાનો સંવેદનશીલ નિર્ણય
લીધો છે. આ નિર્ણયથી કર્મચારીઓને આર્થિક રીતે મોટો ફાયદો થશે.
સરકારના આ હકારાત્મક નિર્ણય થકી કુલ રૂપીયા ૩૦ કરોડથી વધુનો લાભ
એસટી નિગમના કર્મચારીઓને મળશે. આ રકમ તેમણે આર્થિક રીતે મદદરૂપ થશે
અને જીવન ધોરણ સુધારવામાં પણ સહાયક બનશે. ભલે આ નિર્ણય લેવાઈ
ગયો હોય, પરંતુ ટુંક સમયમાં જ આ માટેની વિગતવાર માહિતી સત્તાવાર
રીતે જાહેર કરવામાં આવશે. આ માહિતીમાં મોંઘવારી ભથ્થાના વધારાની તારીખ
અને એરીયર્સની ચુકવણીની પધ્ધતિ જેવી બાબતોનો સમાવેશ થશે,
કર્મચારીઓ આ વિગતવાર માહિતીની આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા છે. આ
નિર્ણય મુખ્યમંત્રીની કર્મચારી લક્ષી નીતિ દર્શાવે છે અને રાજયના
કર્મચારીઓના કલ્યાણ પ્રત્યેની સરકારની પ્રતિબધ્ધતાને ઉજાગર કરે છે.
