
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીને માથે સમગ્ર ગુજરાત રાજયની જવાબદારી હોવા છતાં એમને હરિયાણાની રાજય સભાની ચૂંટણીના ઉમેદવારો માટેની રાષ્ટ્રીય કક્ષાના પ્રભારી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે એ બદલ ગુજરાતીઓ અને સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત છે. અને આજ રીતે તેઓ જીવનમાં આગળ વધી દેશની સેવા કરતાં રહે એવી શુભેચ્છા સાથે એમને વિકાસ ગ્રાહક સુરક્ષા સંશોધન કેન્દ્રના દક્ષિણ ગુજરાત ના પ્રમુખ છગનલાલ મેવાડાએ ગુજરાતની ૬ કરોડની જનતા વતી અભિનંદન પાઠવતા ગર્વની લાગણી વ્યકત કરે છે.
આમ જોવા જઈએ તો નાયબ મુખ્યમંત્રીની સાથે બે ટર્મથી ગૃહમંત્રીની જવાબદારી બહુ મોટી હોય છે. ગુજરાતની બોર્ડરથી લઈ ૬ કરોડની જનતાની સુરક્ષાની જવાબદારીઓ છે. તેમજ માં-બેન –દીકરીઓ ની સુરક્ષા હોય કે પછી વારંવાર હાઇકોર્ટ,સેસન્સ કોર્ટો, યુનિવર્સિટી, પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ ઓફિસો ને ક્રિમિનલ માઇન્ડ ધરાવતા અસામાજિક તત્વો ઈમેલના માધ્યમથી તેમજ ધાર્મિક સ્થળો, સરકારી કચેરીઓ વિગેરેને બોમ્બથી ઉડાવી દેવાની વારંવાર ધમકીઓ મળતી હોવા છતાં તમારા ગૃહ વિભાગના તમામ બાહોશ અધિકારીઓ એમના પોતાના જાન- માલની ચિંતા કર્યા વગર તેમજ ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતના તમામ સ્ટાફ સ્થળ નિરિક્ષણ કરી ને ૬ કરોડ ગુજરાતીઓની સુરક્ષા પૂરી પાડતા હોય છે. અને આવા બાહોશ અધિકારીઓને કારણે પ્રજા શાંતિની ઊંધ લેતી હોય છે.
પરંતુ સોનાની થાળી માં લોઢાં ની મેખ જેવા કેટલાક લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ પોલીસ ખાતાને બદનામ કરી રહ્યા છે. તેવા ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓને સુરત શહેર અથવા જિલ્લા તથા તાલુકાના નાનામાં નાના પોલીસ સ્ટેશનો સહિત સંવેદનશીલ વિસ્તારો જેવાકે લિંબાયત, ગોડાદરા, ડિંડોલી,ઉધના,ઉન, ભેસ્તાન,પાંડેસરા, સચીન, સચીન GIDC વિગેરે જેવા પોલીસ સ્ટેશનમાં રોજે રોજ નોંધાતા ખૂના મરકીના કારણે આવા વિસ્તારમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલથી લઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને એક જ જગ્યા ઉપર ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો હોય એમને શહેર જિલ્લા અને તાલુકાને બદલે જિલ્લા ફેર બદલી કરવામાં આવે કેમ કે ત્રણ વર્ષ એક જ જગ્યા એ નોકરી કરતાં હોવાથી ત્યાંના સ્થાનિક બુટલેગરો, અસામાજિક તત્વો, ડ્રગ્સનું વેચાણ કરનારાઓ તેમજ ગેરકાનૂની ધંધા કરનારાઓ ભૂ માફિયા અને લોકોની જમીનો કાવાદાવાથી હડપ કરનારાઓ અસલ જમીન માલિકો તથા મૂળ ખેડૂતો ને ખોટા પાવર, ખોટા દસ્તાવેજ, ખેડૂતો તેમજ ફલેટ માલિકોના મૃત્યુ બાદ મરનારની ખોટી સહી કરી સબ-રજીસ્ટાર અને નોટરીની મીલીભગતના કારણે લોકોની મિલકતો હડપી લેતા હોય છે.એવા લોકો સાથે નજીકના સંબંધો બંધાતા હોવાથી એમની મિલીભગતમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું પાપ કરતાં હોય છે. એક જગ્યા એ લાંબા સમયથી નોકરી કરતાં હોવાથી લુખ્ખાતત્વોના મળતિયા મારફતે પોલીસ સાથે ઘરોબો બંધાતો હોવાથી પોલીસનો ખોફ રહેતો નથી. નાની નાની બાબતોમાં નાની મોટી લેવડ-દેવડમાં તેમજ એક બીજાની ગાડીને ઓવરટેક કરવામાં અને નહીં જેવી બાબતમાં લબરમૂછિયા ટપોરીઓ મારા-મારી અને ખૂના-મરકી કરી, ખંડણી,
અપહરણ અને વ્યાજ ખોરોનો ત્રાસ, સરેઆમ રોડ ઉપર જાહેરમાં તલવાર, ચપ્પા, છુરી, ફટકા વિગેરેથી હત્યા કરી નાંખતા હોય છે. જેમને પોલીસનો કોઈ ખોફ રહેતો નથી. બુટલેગરો અને નાના-મોટા ગેરકાનૂની ધંધા કરનારાઓ પોલીસ કોન્સ્ટેબલથી લઈ ટોપના અધિકારીઓ સુધી એમના હપ્તા પહોંચતા હોવાથી બેફામ બની કોલર ઊંચા રાખી પોત પોતાના વિસ્તારમાં ભાઈગીરી, માફિયાગીરી બતાવતા હોય છે. જેના કારણે જાહેરમાં મારા-મારી ખૂના મરકી થતાં આમ નાગરિકની સુરક્ષાનો સવાલ ઊભો થાય છે.
એ સાથે નાની નાની બાળકીઓના અપહરણ કરવા સાથે એમને અવાવરું જગ્યામાં લઈ જઈ એમની ઉપર બળાત્કાર કરી હત્યા કરી નંખાય છે. એનાથી સ્કૂલે જતી વિધાર્થીનીઓના જાન-માલનું જોખમ રહેતું હોય છે. આથી ગુજરાતની છ કરોડની જનતાની માંગ છે કે નજીકમાં આવનારી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, પંચાયતો ની ચૂંટણીઓ માટે આચારસંહિતા લાગે એ પહેલા ક્રાઈમ ડિપાર્ટમેન્ટ જેવા કે SO , LCB, સ્પેશ્યલ બ્રાન્ચ, ક્રાઇમ બ્રાન્ચ, ઇકો સેલ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના નાના-મોટા અધિકારીઓની તાત્કાલિક ધોરણે જિલ્લા ફેર બદલી કરવી જેથી કોઈ અનિચ્છનિય ઘટનાને અંજામ અપાય નહીં એવી ગુજરાતની છ કરોડ જનતાની જાહેર અપીલ છે.




