
મહેસાણામાં SPG દ્વારા વિશાળ સંમેલન યોજાયુ.લગ્ન નોંધણી અને મૈત્રી કરાર મુદ્દે લડી લેવાના મૂડમાં જીઁય્.લગ્ન નોંધણીમાં સુધારા અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે વિધાનસભા ઘેરાવની ચીમકી આપી.મહેસાણામાં SPG દ્વારા વિશાળ સંમેલન યોજાયું. લગ્ન નોંધણીમાં સુધારા અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે વિધાનસભા ઘેરાવની ચીમકી આપી.
પાટીદાર અનામત આંદોલન સમયે સક્રિય રહેલું સરદાર પટેલ ગ્રુપ (SPG ) હવે સામાજિક મુદ્દાઓ પર મેદાને આવ્યું છે. મહેસાણામાં પાટીદાર સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા અને મૈત્રી કરાર રદ કરવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે.લાંબા સમયથી SPG દ્વારા પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના કાયદામાં સુધારા માટે લડત ચલાવવામાં આવી રહી છે. સંમેલન દરમિયાન SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, સરકારે અનેકવાર જાહેર મંચ પરથી આશ્વાસન આપ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર અમલ થયો નથી. સરકારના આ વાયદા હવે માત્ર લોલીપોપ સમાન લાગે છે.
SPG એ સરકારને સ્પષ્ટ ભાષામાં ધમકી આપી છે કે, જાે આગામી સમયમાં કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ તમામ સમાજાેને સાથે રાખીને ગાંધીનગર કૂચ કરવામાં આવશે. આ સાથે જ વિધાનસભાના ઘેરાવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ સંમેલને ફરી એકવાર સામાજિક સંગઠનો અને સરકાર વચ્ચે ઘર્ષણના એંધાણ આપ્યા છે. હવે જાેવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું વલણ અપનાવે છે.




