
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભાજપના માજી શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલા એ સુરત મ્યુ. કમિશ્નરને એક પત્ર લખીને ચૌટા બજાર ના દબાણો નું દૂષણ કાયમી ધોરણે દૂર કરવા વિનંતી કરી છે, અને સાથે સાથે SMC ના ચૂંટાયેલા પદાધિકારીઓ અને જવાબદાર અધિકારીઓ ને પણ વારંવાર સદર દબાણ દૂર કરવા જાણ કરવા છતાં આ દબાણોનું દૂષણ આજે પણ અડીખમ છે. કારણકે તંત્ર ની ઉદાસીનતા અને હપ્તા ની સાંઠગાંઠ ની સાથે સાથે મતોનું રાજકારણ આમ ત્રિવેણી સંગમ જેવી શાહમૃગ નીતિ ને કારણે ત્યાં ના ( ચૌટા બજાર) ના
સ્થાનિકો પણ તોબા પોકારી ગયા છે.
હમણાં ચાર દિવસ પહેલા જ પોલીસવાને હોર્ન પર હોર્ન વગાડવા છતાં એક કલાક જેટલો સમય પોલીસવાન ને ચૌટા બજાર માંથી નીકળતા લાગી ગયો હતો. એટલું જ પરંતુ એક હોસ્પિટલ જે વર્ષો થી ચૌટા બજાર માં આવેલી છે. એની એમ્બ્યુલન્સ ને તો રોજ ની આ હેરાન ગતિ થઈ રહી છે. છતાં એનું નિરાકરણ કાયમી ધોરણે કોઈ વિરલો કરવા મેદાને આવ્યો નથી.
આમ એક બાજુ ચૌટા બજારમાં કરાતા દબાણોના દૂષણો ની વાત કરીએ છીએ ત્યારે બીજી બાજુ એમ કહેવાય છે કે ચૌટા બજાર ના વેપારીઓ જ માસિક કે રોજિંદુ ભાડું લઈ કેટલાંક ફેરિયાઓને બેસાડે છે. એટલે દબાણો કરનારા અને કરાવનારા દુકાનદારો આમ બંનેનું ધંધાકીય હિત સધાતું હોય ત્યાં કોણ કોની ફરિયાદ કરે? અને દબાણો પણ ક્યાંથી દૂર થવાના છે?
કે જ્યાં ભાજપના જ માજી શહેર પ્રમુખના લેખીત પત્ર ને પણ શાસકો ટોપલી (બાસ્કેટ) માં નાખી સત્તા માં મસ્ત રહેતા હોય ત્યાં દબાણો હટાવવાની વાત પણ હાસ્યાસ્પદ થી વધુ કંઈ નથી.




