
યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકો- કર્મચારીઓને પગારના ફાંફા.આ વખતે એક સપ્તાહ પછી પણ હંગામી અધ્યાપકો અને કર્મચારીઓને પગાર નહીં મળતા ઉહાપોહ થયો હતો.એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં સરકારની ગ્રાંટ મળવામાં થયેલા વિલંબના કારણે હંગામી અધ્યાપકો અને કર્મચારીઓને પગાર કરવાના ફાંફા થઈ ગયા છે.
ફેકલ્ટીમાં ફરજ બજાવતા ૧૫૦ જેટલા હંગામી અધ્યાપકો અને ૫૦ જેટલા હંગામી કર્મચારીઓનો પગાર કાયમી અધ્યાપકો અને કર્મચારીઓની સાથે પહેલી તારીખે થતો હોય છે.આ વખતે એક સપ્તાહ પછી પણ હંગામી અધ્યાપકો અને કર્મચારીઓને પગાર નહીં મળતા ઉહાપોહ થયો હતો.જેના પગલે અન્ય ગ્રાંટમાંથી યુનિવર્સિટી સત્તાધીશોએ સાંજે તેમનો પગાર કર્યો હતો.
સૂત્રોનું કહેવું છે કે, ટેકનોલોજી ફેકલ્ટીને ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન હેઠળ ઉચ્ચક ગ્રાંટ આપવામાં આવે છે અને તેમાંથી અમુક મહિનાઓનો પગાર થઈ જાય છે.જાેકે યુનિવર્સિટીને એક વર્ષથી ગ્રાંટનો નવો હપ્તો મળ્યો નથી.કારણકે ટેકનોલોજી ફેકલ્ટીએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના કેટલાક ધારાધોરણોનું પાલન કર્યું નથી.
અગાઉની ગ્રાંટ પૂરી થઈ જતા આ મહિને પગાર કેવી રીતે કરવો તેની મૂંઝવણ સર્જાઈ હતી.
દરમિયાન રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યુેં હતું કે, ડિપાર્ટમેન્ટ સાથે વાટાઘાટો ચાલી રહી છે અને ટૂક સમયમાં યુનિવર્સિટીને ગ્રાંટનો નવો હપ્તો મળી જશે.




