
(સુરતના નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેર અને સમગ્ર ગુજરાતમાં અશાંતધારાનો રાજહંસ ગ્રુપ ધ્વારા ભારે લાભ ઉઠાવવામાં આવે છે. અને અશાંતધારા વિસ્તારમાં જ્યાં સામાન્ય જનતાને એક નાનું સરખું બાંધકામ માટે પણ મંજૂરી મળતી નથી. ત્યાં રાજકારણીના આશીર્વાદ અને ભ્રષ્ટ અધિકારીઓના પાપે અશાંતધારા વિસ્તારમાં સહેલાયથી બાંધકામની મંજૂરી મળતી હોય છે. રાંદેરનો ગોરાટ વિસ્તારમાં જે અશાંતધારામાં આવે છે ત્યાં ૧૧ હાઈરાઇઝ બિલ્ડીંગો બની ગઈ છે અને બની રહી છે. એક વ્યક્તિને પોતાના મકાન પૂરતું અશાંતધારાની મંજૂરી મેળવતા નાકે દમ આવી જાય છે. પરંતુ રાજહંસ ગ્રુપનો એટલો મોટો પ્રભાવ છે કે દેશના પ્રધાનમંત્રીની સાથે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ સાથે ડાયરેક્ટ ફોનથી સંપર્ક કરી શકે છે. સુરત શહેર કે ગુજરાત રાજય જ નહીં પણ દેશના અલગ-અલગ રાજયોના આ રાજહંસગ્રુપના પ્રોજેકટ ચાલી રહેલ છે.
મોટી રાજકીય તાકાત ધરાવનાર રાજહંસ ગ્રુપ કે હાઈરાઇઝ ટાવર બની ગયા છે અને હાલમાં બની રહ્યા છે. અશાંતધારાની પરવાનગી કલેક્ટર અને સુરત મ.ન.પાના અધિકારીઓએ પ્લાન પાસ કરેલ છે. રાંદેર ગોરાટના અશાંતધારા વિસ્તારમાં બનેલા ટાવરોની આજુબાજુની સોસાયટીઓના રહીશોએ વિરોધ કરેલો પરંતુ રાજહંસગ્રુપ શક્તિશાળી અને તાકાતવર ગ્રુપ છે. પોતાના સ્વબચાવ માટે એટલે અશાંતધારા વિસ્તારમાં બાંધકામમાં કાયદાથી બચવા માટે અને કોઈ ટીકા ટિપ્પણી ના થાય એટલા માટે માઈનોરિટી સમાજના ભાગીદારો બનાવવામાં આવ્યા છે. અશાંતધારામાં ઘર વેચી શકતા નથી અને અશાંતધારાના કારણે ૧૦X૧૦ મકાન બાંધવાની જરૂરી મંજૂરી લેવામાં અરજદારના પગના તળિયા ઘસાઈ જાય છે. છતાં અશાંતધારાની મંજૂરી મળતી નથી જ્યારે લાગવગીયા અને પૈસા પાત્ર લોકોને કલેક્ટર મંજૂરી કેવી રીતે આપી દેવામાં આવે છે? સામાન્ય નાગરિકો અને રાજહંસ જેવા પૈસા પાત્ર
વ્યક્તિઓ જેઓ વડાપ્રધાન, મુખ્યમંત્રી સુધીની વગ ધરાવતા હોય તેમને ભલામણથી મંજૂરી આપી દેવામાં આવે છે. મહાનગરપાલિકાના અધિકારીઓ એક ફોનથી મંજૂરી આપી દે છે.
કોઈપણ નાના-મોટા ઈલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના પત્રકાર તેમજ મીડિયા હાઉસ ના પત્રકારો કે ન્યૂઝ રીડરો જો સત્ય હકીકત બતાવી શકતા નથી કે જાહેર કરી શકતા નથી. એટલો ડર સતાવી રહ્યો છે. જો કોઈ સંસ્થા ધ્વારા પત્રકાર કે સમાજિક આગેવાન આવી વિગતો જાહેર કરી સાચા સમાચાર પ્રસિધ્ધ કરે તો તેના પર કોઈપણ પ્રકારના ખોટા કેસ દાખલ કરી જેલમાં નાંખી દેવામાં આવે છે. કેટલાક મીડિયાવાળા કે પત્રકારોએ હિંમત કરી ખોટા કામની જાહેર કરેલ છે તેઓની વિરુધ્ધ ખંડણી જેવા ગંભીર કેસ કરી જેલમાં નાંખી દેવામાં આવે છે. પરીક્ષાના પેપર્સો ફૂટી જાય છે અને વિદ્યાર્થીઓને વર્ષ દરમ્યાનની મહેનત પાણીમાં જાય છે. જેનાથી નાશીપાસ થઈ વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવુ અંતિમ પગલું ભરતા હોય છે. જે લોકો આવા પેપરલીક કૌભાંડમાં સંડોવાયેલા હોય તેને કડકમાં કડક સજા થવી જોઈએ. જે ઘરમાં વિદ્યાર્થીનું ઉજળું ભાવિ હોય અને પરિવારની આશા હોય તેવા વિદ્યાર્થીઓ પેપર ફૂટવાને કારણે હતાશ થાય છે અને અંતિમ પગલું ભરી લે છે.
સુરત શહેરમાં ગેરકાયદેસરના બાંધકામોના કારણે ખાડીઓમા પૂર આવ્યા અને ૪૫ ઉપરાંત નિર્દોષ માણસો મરણ પામ્યા. શહેરમાંથી પસાર થતી ખાડીઓની બંને સાઈડે કરાતા ગેરકાયદેસર બાંધકામના કારણે પાણીના વહેણ ખોરવાય છે જેના કારણે હાલમાં ૪૫ કરતાં વધુ શહેરીજનોએ જાન ગુમાવ્યા છે. આવા નિર્દોષ લોકોએ અધિકારીઓના બેદરકારીઓના કારણે ૪૫ ઉપરાંત લોકોએ જાન ગુમાવ્યા છે તેઓના વારસોને સરકાર ધ્વારા કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી નથી. જે રહીશોને ભારે નુકશાન થયેલું છે તેવા લોકોને ૬૮૦૦/- રૂપિયાની સહાય આપવામાં આવી છે તે પણ શરમજનક છે. આવા લોકોને રૂપિયા એક લાખ કે ૫૦,૦૦૦/- રૂપિયા ની સહાય આપવી જોઈએ. કાયદામાં રાખશો તો ફાયદામાં રહેશો એ આમ જનતાની માંગ છે. આમ જનતાએ મત આપ્યા એટલે તમે સત્તામાં છો. બાકી બધા આમ આદમી જ છે.




