
રાજકોટના બિલ્ડરોને દિવાળી પહેલા મોટી રાહત આપવામાં આવી ફાયર સેફ્ટીને લઈને બિલ્ડરોને દંડ ફટકારી BU પરમિશન અપાશે ૧૦ થી ૧૨ જેટલા એસોસિએશન દ્વારા બીયુ પરમીશન માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી રાજકોટના બિલ્ડરોને દિવાળી પહેલા મોટી રાહત આપવામાં આવી છે. ફાયર સેફ્ટી મુદ્દે બિલ્ડરોને દંડ ફટકારી બીયુ પરમીશન આપવામાં આવશે. ૧૦ થી ૧૨ જેટલા એસોસિએશન દ્વારા બીયુ પરમીશન માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરાયું હતું. કેટલાક બાંધકામોને આ દરમિયાન સીલ મારવામાં આવ્યા હતાં. પરંતુ હવે રાજકોટના બિલ્ડરોને દિવાળી પહેલા મોટી રાહત આપવામાં આવી છે. ફાયર સેફ્ટી મુદ્દે બિલ્ડરોને દંડ ફટકારી બીયુ પરમીશન આપવામાં આવશે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે દિવાળી પહેલા જ મોટી રાહત આપી છે. જેના કારણે રાજકોટમાં ૧૫ હજારથી વધુ બિલ્ડિંગોના બીયુ પરમીશનનો માર્ગ મોકળો થયો છે. રાજકોટમાં રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ૧૦થી ૧૨ જેટલા એસોસિએશન દ્વારા બીયુ પરમીશન માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆત બાદ રાજકોટના બિલ્ડરોને દિવાળી પહેલા મોટી રાહત આપવામાં આવી છે. ૧૫ હજાર જેટલી બિલ્ડિંગોને બીયુ પરમીશનનો માર્ગ મોકળો બન્યો છે.રાજ્ય સરકારે ફાયર મુદ્દે બિલ્ડરોને દંડ ફટકારીને બીયુ પરમીશન આપવાનો ર્નિણય કર્યો છે.
હવે રાજકોટના બિલ્ડરોમાં દિવાળી પહેલા રાહત જાેવા મળી છે. ફાયર સેફ્ટિને લઈને બિલ્ડરો દંડ ભરી પોતાની બિલ્ડિંગોની બીયુ પરમીશન મેળવી શકશે.
