
કાનૂની જાેગવાઈના અભાવે ૧૫ કરોડ બાળકો ભોગ બની રહ્યાંની રજૂઆત ઈ-સ્પોર્ટ્સની આડમાં ચાલતા ઓનલાઈન ગેમ્બલિંગ પર પ્રતિબંધ મૂકવા સુપ્રીમમાં અરજીજસ્ટિસ જે બી પારડીવાલા અને કે વી વિશ્વનાથનની બેન્ચે અરજદારને પોતાની રજૂઆતની નકલ કેન્દ્ર સરકારના કાઉન્સિલને આપવા હુકમ કર્યો હતા સોશિયલ સાઈટ્સ અને ઈ-સ્પોર્ટ્સ ગેમ્સની આડમાં ધમધમી રહેલા રહેલા ઓનલાઈન ગેમ્બલિંગ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. કાયદામાં ઓનલાઈન જુગારની બદીને ડામવાની જાેગવાઈનો અભાવ હોવાથી ૧૫ કરોડ બાળકો તેનો ભોગ બની રહ્યા હોવાની રજૂઆત સાથે કાયદો ઘડવા માટે કેન્દ્ર સરકારને ર્નિદેશ આપવા સુપ્રીમ કોર્ટ સમક્ષ દાદ માગવામાં આવી હતી. જસ્ટિસ જે બી પારડીવાલા અને કે વી વિશ્વનાથનની બેન્ચે અરજદારને પોતાની રજૂઆતની નકલ કેન્દ્ર સરકારના કાઉન્સિલને આપવા હુકમ કર્યાે હતો. આ સાથે કોર્ટે નોંધ્યુ હતું કે, આ મુદ્દો મહત્ત્વનો છે. કેન્દ્ર સરકારના વકીલને તેની નકલ આપો તેઓ યોગ્ય જવાબ સાથે આગામી મુદતે હાજર રહેશે. સેન્ટર ઓફ એકાઉન્ટેબિલિટી એન્ડ સીસ્ટેમિક ચેન્જ અને શૌર્ય તિવારી દ્વારા થયેલી અરજીમાં દાવો કરાયો હતો કે, તેનાથી દેશમાં વ્યાપકપણે આર્થિક અને સામાજિક નુકસાન થઈ રહ્યું છે. અરજદાર તફથી રજૂઆત થઈ હતી કે, વર્તમાન કાયદામાં જાેગવાઈનો અભાવ હોવાથી ૧૫ કરોડ બાળકો તેનો ભોગ બની રહ્યા છે. બંધારણ મુજબ સટ્ટો અને જુગાર રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે, પરંતુ કેન્દ્ર સરકારને આ પ્રકારના પ્રતિબંધ મૂકતા હુકમ કરવાની સત્તા છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા જવાબ મુજબ, ૧,૨૫૮ ગેમિંગ એપ્સ બ્લોક કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારનો પક્ષ જાણ્યા પછી યોગ્ય હુકમ કરવાનું ઠરાવ્યુ હતું.
