
દર્દીઓની હાલત દયનીય બનીરાજકોટની સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયાક વિભાગની આધુનિક કેથ લેબ બંધ હાલતમાજવાબદાર અધિકારીઓએ આ સુવિધાનો લાભ નાગરિકોને મળે તે માટે પગલાં લેવા જાેઈએ પણ દુર્ભાગ્યપણે એવું થતું નથીજનતાની તિજાેરીમાંથી ૧૦ કરોડના ખર્ચે આ કેથ લેબ બની છે. બે વર્ષ પહેલા સપ્ટેમ્બર ૨૦૨૩માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ લેબનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે તંત્રએ મોટી મોટી વાતો કરી હતી. જાેકે હાલ આ લેબની આધુનિક મશીનરીઓ ધુળ ખાઈ રહી છે. એક પ્રકારે આ પબ્લિક મનીનો વ્યય છે. જવાબદાર અધિકારીઓએ આ સુવિધાનો લાભ નાગરિકોને મળે તે માટે પગલાં લેવા જાેઈએ પણ દુર્ભાગ્યપણે એવું થતું નથી.
પછી આ મશીનરી ચલાવી શકે તેવા ડોકટરોના અભાવના કારણે લેબ બંધ રહી. એ પછી અમદાવાદની સુપ્રસિદ્ધ યુ. એન. મહેતા ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા રાજકોટ સિવિલમાં કાર્ડિયાક વિભાગની સેવા તેમની ટીમ આપશે તેવી તંત્રએ જાહેરાત કરેલી.
જાેકે હાલ યુ. એન. મહેતાના ડોકટરો માત્ર ઓપીડી સેવા આપે છે. આગળની સારવાર માટે અમદાવાદ જવાની સલાહ દર્દીઓને અપાઈ છે. રાજકોટ સિવિલની કેથ લેબ-કાર્ડિયોલોજી વિભાગમાં ૧૨ ચેનલ ઈ.સી.જી. મશીન, જનરલ સર્જરી ઇન્સ્ટ્રૂમેન્ટ સેટ, ડિજિટલ મેમોગ્રાફી સિસ્ટમ, હાઈ એન્ડ ઈકોકાર્ડિયોલોજી સિસ્ટમ (૪બી ઇકો), ન્યુરોસર્જિકલ ઓપરેટિંગ માઈક્રોસ્કોપ, કોમ્પ્યુટરાઈઝ્ડ રેડિયોગ્રાફિ યુનિટ ટી.એમ.ટી. મશીન, ઈકોકાર્ડિયોલોજી સિસ્ટમ વીથ એડવાન્સ રડી ફેસિલિટી સિંગલ કાર્ડિયોવોસ્ક્યુલર કેથેરિસેશન વીધ ડિજિટલ સબટ્રેશન એન્જિયોગ્રાફી લેબ, ૩ડી મેપિંગ, કાર્ડિયોવોસ્ક્યુલર ઇલેક્ટ્રોફોરેસિસ અને રેડીયોફ્રિકવન્સી એબલેશન સિસ્ટમ, ૮૦૦ એમએ ડિજિટલ એક્સ-રે યુનિટ વિથ સિંગલ ડિટેક્ટર (ફ્લોર માઉનટેડ), ઇન્ટોઓપરેટીવ ન્યૂરોફિઝિયોલોજિકલ મોનિટરિંગ સિસ્ટમ, ઓસીટી એન્ડ એફઆર ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ, કલર ડોપલર સિસ્ટમ ૪૦, હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક ડ્રીલ સિસ્ટમ, પોર્ટેબલ કલર ડોપલર, મોબાઈલ સી-આર્મ ઇમેજ નેફરોસ્કોપ, ટપ સિસ્ટોસ્કોપર એન્ડ ઓપ્ટિકલ યુરેથોટોમ, પોર્ટેબલ ઈકોકાર્ડિયોલોજી સિસ્ટમ છે. આ બધી સિસ્ટમ ઇન્સ્ટોલ છે. જેની સાધન સામગ્રી કરોડો રૂપિયાની છે. પણ હાલ તેનો કોઈ ઉપયોગ નથી.




