
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું વચન કેન્દ્રમાં અમારી સરકાર બની તો બિહારને મળશે દેશનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય સ્વાસ્થ્ય સેવા પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે બિહારમાં આજે લોકો જીવવા માટે નહીં પણ મરવા માટે હૉસ્પિટલમાં જાય છે
કોંગ્રેસ નેતા અને લોકસભાના નેતા રાહુલ ગાંધી પૂર્ણિયાના કસબા વિધાનસભા વિસ્તારમાં આયોજિત એક વિશાળ જનસભાને સંબોધિત કરતી વખતે બિહારની પરિસ્થિતિને લઈને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (દ્ગડ્ઢછ) સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ રાજ્યમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવવાની સાથે-સાથે મહાગઠબંધન માટે કેન્દ્ર અને રાજ્યમાં નિર્ણાયક જીત થશે. રાહુલ ગાંધીએ વચન આપ્યું કે, કેન્દ્રમાં અમારી સરકાર બની તો બિહારને મળશે દેશનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય બનશે. આ દરમિયાન જનસભામાં કસબા વિધાનસભા વિસ્તારમાં મહાગઠબંધનના ઉમેદવાર મોહમ્મદ ઇરફાન આલમ સ્ટેજ પર જ રડી પડતાં રાહુલ ગાંધી આગળ આવીને તેમને દિલાસો આપ્યો હતો.
રાહુલે કહ્યું કે, જ્યારે હું અહીંયા આવ્યો તો ઈરફાન આલમ રડી રહ્યા હતા. તમે ફક્ત એક ધારાસભ્યના પુત્ર નથી, પણ એક પોસ્ટમેનના પુત્ર પણ છો. અમને તમારા સંઘર્ષ પર ગર્વ છે. આ ચૂંટણી તમારી નથી, પરંતુ બિહારના દરેક યુવાનો અને દરેક ગરીબ વ્યક્તિની ચૂંટણી છે. લોકો આ વખતે તમને ધારાસભ્ય બનાવી રહ્યા છે.
રાહુલે ઈરફાન આલમ દ્વારા સામાન્ય લોકોના સંઘર્ષ અને સાદગીનું સન્માન કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી સ્થાનિક લોકો સાથે ભાવનાત્મક જાેડાણ બન્યું છે. રાહુલે બિહારની મૂળભૂત સમસ્યાઓ પર સીધા પ્રહાર કર્યા અને જાે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાશે તો મોટા સુધારાઓનું વચન આપ્યું છે. સભાને સંબોધિત કરતી વખતે, રાહુલે પૂર્ણિયા સદરથી મહાગઠબંધનના સમર્પિત કોંગ્રેસ ઉમેદવાર જીતેન્દ્ર કુમાર અને કસબાથી ઈરફાન આલમ માટે મત માગ્યા.
રાહુલે બિહારમાં સ્વાસ્થ્ય સેવાની પરિસ્થિતિ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, બિહારમાં આજે લોકો જીવવા માટે નહીં પણ મરવા માટે હૉસ્પિટલમાં જાય છે. દિલ્હીમાં કરેલા આરોપોને લઈને રાહુલે ભાજપ પર લોકશાહીને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વર્તમાન સરકાર બંધારણ પર આક્રમણ કરી રહી છે અને મત ચોરી કરીને ચૂંટણી જીતવાનું કાવતરું ઘડી રહી છે.
તેમણે કેન્દ્ર સરકાર અને નીતિશ કુમાર પર જાેરદાર નિશાન સાધતાં કહ્યું કે, નીતિશ કુમાર ૨૦ વર્ષથી બિહારના મુખ્યમંત્રી છે, પરંતુ તેમણે બિહારના યુવાનોને મજૂર બનાવી દીધા છે. બિહારમાં ઉદ્યોગ માટે જમીન નથી, પરંતુ સરકાર પાસે અદાણી માટે જમીન છે. હરિયાણાની ચૂંટણી મત ચોરીથી જીતી હતી. હરિયાણાની મતદાર યાદીમાં બે બૂથ પર ૨૦૦ વખત એક મહિલાનો ચહેરો બતાવવામાં આવ્યો હતો.




