
રાજકોટ મનપાનો મોટો ર્નિણય ભાઈબીજના દિવસે બહેનો માટે સિટીબસ અને BRTS બસમાં મુસાફરી ફ્રી શહેરના તમામ રૂટ ઉપર બહેનો માટે રહેશે ફ્રીમાં મુસાફરી ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના તહેવાર ભાઈબીજ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા શહેરની બહેનોને એક અનોખી ભેટ આપવામાં આવી છે.
આ ર્નિણય મુજબ, ભાઈબીજના દિવસે શહેરની તમામ મહિલાઓ સિટીબસ અને બીઆરટીએસ (BRTS) બસ સેવામાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
મનપાએ પોતાના ર્નિણયમાં જણાવ્યું છે કે બહેનો આ શુભ દિવસે પોતાના ભાઈના ઘરે જવા-આવવા માટે અથવા અન્ય કોઈ પણ સ્થળે જવા માટે સિટીબસ અને બીઆરટીએસ બસ સેવાનો ઉપયોગ સંપૂર્ણપણે મફતમાં કરી શકશે. શહેરમાં ચાલતા તમામ રૂટ ઉપર આ સુવિધા બહેનો માટે ઉપલબ્ધ રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા વર્ષોથી રક્ષાબંધન અને ભાઈબીજ જેવા તહેવારો પર મહિલાઓને આ પ્રકારની ફ્રી મુસાફરીની સુવિધા પૂરી પાડે છે, જે બહેનો માટે ખૂબ જ રાહતરૂપ અને આવકારદાયક ર્નિણય છે. આ યોજનાથી બહેનો સરળતાથી અને નિ:શુલ્ક મુસાફરી કરીને તહેવારની ઉજવણી કરી શકશે. મનપાના આ ર્નિણયથી બહેનોમાં ખુશીની લાગણી જાેવા મળી રહી છે અને મોટી સંખ્યામાં બહેનો આ ફ્રી બસ સેવાનો લાભ લઈને ભાઈબીજની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છે.
