
અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર ભીડ જામી. મુસાફરોની ભારે ભીડ જાેતાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તત્કાળ અસરથી સ્થગિત કરી દેવાયું. શહેરોમાં રહેતા લોકો પોતાના વતનમાં જવા માટે રેલવે સ્ટેશન પર જાેવા મળી રહ્યા છ. દિવાળીના તહેવારો હવે શરુ થઇ રહ્યા છે ત્યારે તમામ રેલવે સ્ટેશનો મુસાફરોથી ઉભરાઇ રહ્યા છે. શહેરોમાં રહેતા લોકો પોતાના વતનમાં જવા માટે રેલવે સ્ટેશન પર જાેવા મળી રહ્યા છે ત્યારે દિવાળી અને છઠ પર્વ દરમિયાન અધિકૃત મુસાફરોની સુવિધા જળવાઇ રહે તે માટે અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તત્કાળ અસરથી સ્થગિત કરી દેવાયું છે.
ડીઆરએમ ઓફિસ અમદાવાદ તરફથી મળેલી માહિતી મુજબ દિવાળી અને છઠ પર્વ દરમિયાન વતનમાં જવા માટે હજારો લોકો રેલવે સ્ટેશનો પર ઉમટી રહ્યા છે.
રેલવે દ્વારા ખાસ ટ્રેનો પણ શરુ કરાઇ છે. પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે અવરજવર જાેવા મલી રહી છે.
મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર ભીડ નિયંત્રણ અને મુસાફરોની સુવિધા જળવાઇ રહે તે માટે પ્લેટફોર્મ ટિકીટનું વેચાણ તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવાનો ર્નિણય લેવાયો છે.
૧૬ ઓક્ટોબરથી ૨૭ ઓક્ટોબર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તમામ માધ્યમોથી બંધ કરી દેવાનો ર્નિણય કરાયો છે જેથી મુસાફરોને લેવા મુકવા જતા લોકોએ આ માહિતી મેળવ્યા બાદ જ પ્લેટફોર્મ પર જવું
આ ર્નિણય મુસાફરોની સુરક્ષા સુવિધા સુચારુ કરવા આ ર્નિણય કરાયો છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અને નાગરિકોને વિનંતી કરાઇ છે કે આ સમયગાળામાં બિનજરુરી ભીડથી બચો અને સ્ટેશન પર જે લોકો યાત્રા કરવા જવાના છે જે લોકો ઉપસ્થિત રહે
