
સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી.સિવિલ હોસ્પિટલમાં ૨૦ કરોડ રૂપિયાના દવા ખરીદીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો આ કૌભાંડની તપાસમાં હોસ્પિટલના સ્ટાફની સંડોવણી હોવાનું ખૂલ્ય.રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી. હોસ્પિટલમાં દવાનો કાળો કરનાર સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા. હોસ્પિટલમાં દવા ખરીદીમાં ગેરરીતિ આચરનાર એક શખ્સની બદલી કરવામાં આવી. જ્યારે અન્ય બે શંકાના દાયરામાં છે તેમના પર અત્યારે લટકતી તલવાર છે. આ બંને લોકો દોષિત હોવાનું સાબિત થતા યોગ્ય પગલાં લેવાશે.પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં ૨૦ કરોડ રૂપિયાના દવા ખરીદીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ કૌભાંડની તપાસમાં હોસ્પિટલના સ્ટાફની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું.
સ્ટોર ઇન્ચાર્જ જે.કે. નથવાણી દવા ખરીદી કૌભાંડમાં મોટાપાયે સંડોવણી હોવાનું સામે આવતા બદલી કરવામાં આવી. સ્ટોર ઇન્ચાર્જ જે.કે. નથવાણીની દ્વારિકા ખાતે બદલી કરવામાં આવી. સ્ટોર ઇન્ચાર્જ દ્વારા ૨૦ કરોડ રૂપિયાની દવા બારોબાર ખરીદી કરતા હતા. આરોગ્ય કમિશ્નર જયારે રાજકોટ મુલાકાત ગયા ત્યારે દવા ખરીદી મામલે શંકા ગઈ હતી.
તેમણે જે.કે. નથવાણી સહિત બિલો ની ફાઇલ લઈ ગાંધીનગર બોલાવી તપાસ કરી હતી. તપાસમાં ગોટાળા નિકળતા બદલી કરવામાં આવી. હજુ પણ બે કર્મચારી પર પણ લટકતી તળાવ જેવી સ્થિતિ.. અગાઉ બે વર્ષ પહેલા ય્સ્જીઝ્રન્માં દવાના કૌભાંડ મુદ્દે તપાસ થઈ હતી.
જેમાં ગોડાઉન મેનેજર રાણપરાનું રાજકોટ સિવિલમાં સેટિંગ સામે આવ્યું હતું. આ મેનેજરે દવાની લે-વેચ માટે સિવિલ હોસ્પિટલના ફાર્મા વિભાગ સાથે પણ સેટિંગ કર્યું હતું. અધિકારીઓ સાથે મળીને દવાનો કાળો કારોબાર ચલાવતો હતો. રાણપરા ખાનગી ઓફિસથી સરકારી દવાનું વેચાણ કરતો હોવાનું તપાસ સામે આવતા કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.
