
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
સુરતના હ્રદયસમા ભાગળ જેવા ભરચક વિસ્તારમાં ચાર દિવસ પહેલા જ એક જર્જરિત મેડિકલ સ્ટોરની દુકાન તૂટી પડવાને કારણે મેડિકલ સ્ટોરના માલિકનું ઘટના સ્થળેજ મોત નીપજયું હતું. જ્યારે અન્ય એમના ભાઈ ને ગંભીર ઇજા થવા સાથે માંડ-માંડ એ બચી ગયા હતા.
આમ જર્જરિત મેડિકલની દુકાન અને એની બાજુની પણ તૂટી પડેલી જર્જરિત મિલકતોને કારણે ફૂટપાથ પર ચાલનારાને કે દવા લેવા આવનાર ગ્રાહકો માટે પણ એ મેડિકલ સ્ટોર જોખમરૂપ હોવા છતાં શા માટે ઉતારી લેવામાં આવ્યો ન હતો?
આવા તો અનેક સવાલો સુરતના અનેક જર્જરિત થઈ ગયેલા મકાનો માટે ઊભા થઈ રહ્યા છે. કારણકે જર્જરિત થઈને જોખમકારક એવી પડુ પડુ થઈ રહેલી ઘણી મિલકતોના માલિકોને સુરત મહાનગરપાલિકા ધ્વારા બે થી ત્રણ વખત નોટિસો પાઠવવામાં આવી છે અને સાથે મકાન માલિકની ગેરહાજરીમાં એમની જર્જરિત મિલકતો પર ત્રણ-ત્રણ વખત નોટિસો ચોંટાડેલી આજે પણ જોઈ શકાય છે. છતાં SMC નું તંત્ર બેદરકાર હોવાને કારણે લોકો માટે એવી જર્જરિત મિલકતો જાનનું જોખમ બનીને ગમે ત્યારે તૂટી પડવાની રાહ જોઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ત્યારે ચૂંટાયેલા શાસકો અને અધિકારીઓ ધ્વારા આવી જર્જરિત મિલકતોનો તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને તોડી પાડવા મેદાન-એ-જંગમાં ઊતરવું જોઈએ એ જ શહેરીજનો ના હિતમાં હશે.




