
દીવાલ ધરાશાયી થતા એકનું મોત થયું હિંમતનગરના દલપુર ગામમાં દીવાલ ધરાશાયી ખાલી પ્લોટમાં પાયાનું ખોદકામ દરમ્યાન બાજુની મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે. દલપુર ગામમાં પ્લોટમાં ખોદકામ કરતા વખતે આ દુર્ઘટના બની છે, જે દરમિયાન દીવાલ ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા હતા. જાેકે સ્થાનિકોએ દબાયેલા લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા. પરંતુ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય બે શ્રમિકોને સારવાર માટે ખસેડાયા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે.
સાબરકાંઠા-હિંમતનગરના દલપુર ગામે ખાલી પ્લોટમાં પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન બાજુના મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેના કારણે પ્લોટમાં ખોદકામ કરતા બે શ્રમિકો સહિત મકાન ધરાશાયી થનાર મકાન માલિક દીવાલ નીચે દબાયા હતા. જેના કારણે ગ્રામજનોનું ટોળેટોળું ઘટનાસ્થળે એકઠું થયું હતું અને ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ગ્રામજનોએ ઘટનાને લઈને પ્રાથમિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
સ્થાનિક લોકો દ્વારા દબાયેલા લોકોને બહાર કઢાયા હતા. જાેકે દુર્ભાગ્યવશ આ દીવાલ ધરાશાયીની દુર્ઘટનામાં મકાન માલિકનું મોત નિપજ્યું છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલમાં સ્થાનિક લોકોએ બે શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલે ખસેડ્યા છે. ત્યારે સમગ્ર મામલે પોલીસને જાણ થતા જ પોલીસે પણ ઘટનાસ્થળે દલપુર ગામે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દીવાલ ધરાશાયી થતા એકનું મોત થયું છે. જે ઘર ધરાશાયી થયું તેના માલિકનું જ મોત થયું હોવાની વિગતો મળી રહી છે, ત્યારે પોલીસે હાલ વધુ તપાસ માટે તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જ્યારે અન્ય ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ અન્ય બે શ્રમિકોની પણ હાલ પૂછપરછ હાથ ધરાઈ છે, ત્યારે આ દીવાલ ધરાશાયીની દુર્ઘટનાથી હાલ દલપુર ગામમાં શોકનો માહોલ છવાયો છે.




