
વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો વડોદરા શહેરમાં બિલ્લી પગે શિયાળાના આગમનની શરૂઆત રાજ્યભરમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા તાપમાનનો પારો ફરી એક વાર ગગડતો અટક્યો હતો.
વડોદરા શહેરમાં બિલ્લી પગે શિયાળાના આગમનની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારમાં ધુમ્મસિયું વાતાવરણ સર્જાયું હતું. તો બીજી તરફ એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો બે ડિગ્રી ગગડી ગયો હતો.
થોડા દિવસો અગાઉ શહેરમાં ઠંડીનું જાેર વધવા લાગ્યું હતું. નવરાત્રી પૂર્ણ થયાં બાદ ઠંડીની શરૂઆત થયાના કેટલાક દિવસો પછી અપર એર સર્ક્યુલેશનના કારણે શહેર સહિત રાજ્યભરમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા તાપમાનનો પારો ફરી એક વાર ગગડતો અટક્યો હતો. જે પછી છેલ્લા બે દિવસથી આકાશમાં વાદળો ઘટતા વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે.
જેની સાથે જ હવે ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધવા લાગ્યો છે. ગઈકાલે મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારમાં ધુમ્મસિયું વાતાવરણ છવાયું હતું. તેવી જ રીતે ઝાકળના કારણે અનેક વાહનો પર અને ઘાસ પર સવારે ઝાકળ જાેવા મળ્યું હતું. આ તમામ નિશાનીઓ શિયાળના આગમનની વાતાવરણમાં જાેવા મળી હતી. તો બીજી તરફ શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય તેમ હવે ઠંડીનો ચમકારો પણ વધવા લાગ્યો છે. આજે લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને ૨૦.૪ ડિગ્રીએ પહોંચ્યો હતો. જે અગાઉના દિવસ કરતા બે ડિગ્રીનો ઘટાડો દર્શાવે છે.
આ પહેલા ગઈકાલે લઘુત્તમ તાપમાનનો પારો ૨૨.૪ ડિગ્રી નોંધાયો હતો. તો બીજી તરફ ગઈકાલે કેદારનાથમાં ભારે હિંમવર્ષા થઈ હતી, આ જાેતા હવે ધીરે ધીરે તાપમાનનો પારો ઉત્તરોત્તર ગગડે અને ઠંડીનો ચમકારો વધે તેવા અણસાર સ્પષ્ટ રીતે જાેવા મળી રહ્યા છે




