
ગુજરાતમાં કાતિલ ઠંડીથી મળશે રાહતરાજ્યમાં આગામી ૪૮ કલાકમાં વાતાવરણમાં આવશે મોટો પલટોઆગામી બે દિવસમાં તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો વધારો થઈ શકે છે જાે કે, તાપમાન વધવા છતાં આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છેરાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાતિલ ઠંડીમાંથી હવે નાગરિકોને આંશિક રાહત મળે શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ૪૮ કલાકમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે, જેના કારણે ઠંડીનું જાેર ઘટશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો વધારો થઈ શકે છે. જાે કે, તાપમાન વધવા છતાં આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં મોસમ શુષ્ક રહ્યું હતું. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછું હતું. દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછું હતું.
હિમાચલ પ્રદેશના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં સૂર્યપ્રકાશ સાથે હવામાન ખુશનુમા બની રહ્યું છે. ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો નોંધાશે. ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે ૩૦ અને ૩૧ જાન્યુઆરીએ દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ, ગાઢ ધુમ્મસ અને આંધી-તૂફાનનું જાેખમ રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી હવામાનમાં અચાનક પલટો આવી શકે છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. સવાર અને રાત્રિના સમયે વિઝિબ્લિટી ખૂબ જ ઓછી હોઈ શકે છે. ભારે વરસાદ અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે ખેડૂતો, પ્રવાસીઓ અને સામાન્ય લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.




