
બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓને સાવધાની રાખવાની જરૂરત.દિલ્હી બાદ હવે અમદાવાદની હવા બની ઝેરી, AQI થયો ૨૦૦ને પાર.મુખ્યમંત્રીએ પોતે શહેરી વિકાસ વિભાગને વાયુ પ્રદૂષણને રોકવા માટે અસરકારક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.દિલ્હીની જેમ હવે ગુજરાતના અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦ને પાર થઈ ગયું છે. ખાસ કરીને અમદાવાદના થલતેજ, બોડકદેવ, સાઉથ બોપલ અને સેલા વિસ્તારોમાં વાયુના પ્રદૂષણનું સ્તર ૨૦૦ના આંકડાને વટાવી ગયું છે. જેના કારણે આ વિસ્તારમાં સવાર અને સાંજ ધુમ્મસ છવાયું રહે છે અને અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.ફરી એકવાર વધતા વાયુ પ્રદૂષણને કારણે બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓએ સાવધાની રહેવાની જરૂરત પડી છે. નોંધનીય છે કે, મીડિયાએ ઝેરી હવાના મુદ્દા પર સમાચાર પ્રસારિત કર્યા હતા,
ત્યારે મુખ્યમંત્રીએ પોતે શહેરી વિકાસ વિભાગને વાયુ પ્રદૂષણને રોકવા માટે અસરકારક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીના આદેશ બાદ શહેરી વિકાસ વિભાગની ટીમે ત્રણ દિવસમાં રાજ્યના ૧૭ મહાનગરપાલિકા વિસ્તારોમાં ૨,૫૦૦થી વધુ બાંધકામ સાઈટ પર આકસ્મિત નિરીક્ષણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ નિયમોનું પાલન ન કરવા બદલ ૫૪૧ બાંધકામ સાઈટ પર કુલ ૧.૨૩ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.બીજી તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. હવાની ગુણવત્તા ફરી એકવાર “ખૂબ જ ગંભીર” કેટેગરીમાં આવી ગઈ છે. શુક્રવારની સવારની શરૂઆત ધુમ્મસથી થઈ. આકાશમાં ધુમ્મસનું પાતળું પડ પણ જાેવા મળ્યું, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો. દિવસ દરમિયાન લોકો માસ્ક પહેરેલા જાેવા મળ્યા અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા હતા. પવનની ઓછી ગતિએ રાજધાનીમાં પ્રદૂષણમાં વધારો કર્યો છે. ગુરુવારે દિલ્હીનો AQI ૩૦૦ને વટાવી ગયો હતો. દિલ્હી માટે એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અનુસાર, શુક્રવારે સવારે રાજધાનીના સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI ) ૩૨૬ નોંધવામાં આવ્યો હતો.




