Beauty Tips: તહેવારના દિવસોમાં તેમજ કોઇ ફંક્શનમાં સામાન્ય રીતે વાળને લોકો નવો લુક આપતા ઇચ્છતા હોય છે. અનેક લોકો કર્લી હેર કરવા માટે ઇચ્છતા હોય છે. કર્લી હેર કરવા માટે ખાસ કરીને લોકો મશીનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમે કર્લી હેર કરવા માટે હંમેશા હિટીંગ ટુલ્સનો ઉપયોગ કરો છો તો વાળ વધારે ડેમેજ થાય છે. આમ, તમને કર્લી હેર કરવાનો શોખ છે અને તમે મશીનનો ઉપયોગ વધારે કરો છો તો આ ટ્રિક તમારા માટે બેસ્ટ છે. તો જાણો કોઇ પણ પ્રકારના ટુલ્સ વગર વાળને કેવી રીતે કર્લી કરશો.
કર્લી વાળ કરવા માટેની સરળ રીત
કર્લી વાળ કરવા માટે હંમેશા રાત્રે ઊંઘતી વખતે કર્લ કરો.
રાત્રે ઊંઘતા પહેલા વાળને વોશ કરી લો.
ત્યારબાદ ભીના વાળને પ્રોપર રીતે કોરા થઇ જવા દો.
ત્યારબાદ ઢીલી ચોટલીઓ બાંધી લો.
હવે રિબનનો ઉપયોગ કરી શકો છો.
જેમ બને એમ વધારે ચોટલીઓ કરો જેથી કરીને વાળ પ્રોપર રીતે મસ્ત કર્લ થાય.
સવારે ઉઠીને વાળની ચોટલીઓ છોડી દો અને પછી કર્લને અલગ કરવા માટે પહોળો બ્રશ તેમજ કાંસકાની મદદથી અલગ કરો.
હેર બેન્ડની મદદથી કર્લ કરો
હેર બેન્ડથી વાળને કર્લ કરવા માટે તમે સૌથી વાળમાં કાંસકો ફેરવી લો.
પછી વાળમાં નોર્મલ ડ્રાય શેમ્પુ લગાવો.
કાંસકાની મદદથી પાથી પાડી લો અને વાળને બે પાર્ટમાં કરી લો.
ત્યારબાદ સ્કાર્ફને હેર બેન્ડની જેમ લગાવો અને વચ્ચે વચ્ચે ક્લચર લગાવો જેથી કરીને ખુલે નહીં.
સ્કાર્ફમાં વાળને સારી રીતે લપેટી દો અને બાખીના વાળની ચોટી બનાવો.
4 થી 5 કલાક પછી વાળને ખોલી દો.
આ કામ તમે રાત્રે પણ કરી શકો છો.
આ બે રીતથી તમે સરળતાથી વાળમાં કર્લ કરી શકો છો. આ વાળને ડેમેજ થતા બચાવે છે અને સારી રીતે કર્લ પણ થઇ જાય છે. આ સાથે તમારો લુક પણ મસ્ત ચેન્જ થઇ જશે.