વાળ વધારે પ્રમાણમાં ખરી શું તમે જાણો છો કે મેથી અને લીમડાના પાનનો ઉપયોગ વાળ સંબંધિત સમસ્યાઓમાં વરદાન સાબિત થઈ શકે છે. તેમાં રહેલા પોષક તત્ત્વો વાળને મૂળથી મજબૂત કરવા ઉપરાંત ખરતા પણ અટકાવે છે. લોકો વાળની સંભાળ માટે વિવિધ ઉત્પાદનો અને ઘરગથ્થુ ઉપચાર અજમાવતા હોય છે, (Hair fall remedies)પરંતુ ઇચ્છિત પરિણામ મળતા નથી. જો તમે પણ તમારા વાળનો ગ્રોથ વધારવા માંગો છો તો મેથી અને લીમડાના પાન તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. આ બંને કુદરતી વસ્તુઓ (નેચરલ હેર કેર) વાળને મજબૂત બનાવવામાં, વાળ ખરતા અટકાવવામાં અને નવા મૂળને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે તમે તેનો ઉપયોગ કરીને તમારા વાળને સ્વસ્થ અને સુંદર કેવી રીતે બનાવી શકો છો.
મેથી અને લીમડાના પાનનું તેલ
મેથી અને લીમડાના પાનમાંથી બનાવેલ વાળનું તેલ તમારા વાળને મજબૂત બનાવે છે અને ખરતા અટકાવે છે. આ તેલ બનાવવું ખૂબ જ સરળ છે અને તે સંપૂર્ણપણે કુદરતી છે.
સામગ્રી
- નાળિયેર તેલ અથવા ઓલિવ તેલ – 1 કપ
- મેથીના દાણા- 2-3 ચમચી
- લીમડાના પાન – કેટલાક તાજા પાંદડા
તૈયાર કરવાની રીત
- મેથી અને કલીમડાના પાનનું તેલ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં નારિયેળ અથવા ઓલિવ તેલ ગરમ કરો.
- આ પછી ગરમ તેલમાં મેથીના દાણા અને થોડી લીમડાના પાન ઉમેરો.
- પછી તેમને 10-15 મિનિટ માટે ધીમી આંચ પર પકાવો.
- આ પછી, ગેસ બંધ કરો અને તેલને ઠંડુ થવા દો.
- હવે તેને ગાળીને કાચની બોટલમાં ભરી લો.
આ પણ વાંચો – ખીલથી છુટકારો ટિપ્સ : ખીલથી છુટકારો મેળવવા માટે આ સાવચેતી રાખો,ત્વચામાં થશે ફાયદો