Beauty News: ગ્લોઈંગ સ્કિન દરેક સ્ત્રી છે. સ્કિન સારી રાખવા માટે ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ ખૂબ જ જરૂરી છે. ફેસ પર પર સીરમ લગાવવાથી સ્કિનને લગતી ઘણી સમસ્યાથી છુટકારો મળે છે. સ્કિનને પોષકતત્વો પુરા પડતી સામગ્રીના ઉપયોગ દ્વારા ફેસ સીરમ બનાવમાં આવે છે. આ સામગ્રીમાં પોષક તત્વો હોય છે જે સ્કિનને હેલ્થી રાખે છે. મોંઘાદાટ બજારમાં ઉપલબ્ધ ફેસ સીરમ તમારી સ્કિન માટે હાનિકારક સાબિત થઇ શકે છે. કારણ કે તેમાં ઘણા કેમિકલ હોય છે, આપણને એવું લાગે કે તે ફેસને ગ્લો આપશે. પરંતુ, કેટલીકવાર તે રિઝ્લ્ટ પ્રાપ્ત થતું નથી. ઘણીવાર એલર્જીનું કારણ બને છે.
આ સીરમને માર્કેટથી ખરીદવાને બદલે ઘરે જ બનાવી શકો છો
આવા કિસ્સાઓમાં, તમે આ સીરમને માર્કેટથી ખરીદવાને બદલે ઘરે જ બનાવી શકો છો. હોમમેઇડ સીરમ સ્કિનને કુદરતી પોષણ જ પ્રદાન કરે છે અને એલર્જી જેવી સ્કિનની સમસ્યાથી રાહત આપી શકે છે. સ્કિનને ગ્લોઈંગ અને હેલ્થી રાખવા માટે આ નેચરલ સીરમ ઘરે બનાવો, જાણો સીરમ રેસિપી જે તમારા ચહેરાને સુંદર અને ચમકદાર બનાવશે અને કરચલીઓ સંપૂર્ણપણે દૂર કરશે.
સામગ્રી
2 ચમચી એલોવેરા જેલ
1 ટીસ્પૂન વિટામિન ઇ તેલ
1/2 ચમચી ગુલાબજળ
આ રીતે બનાવો સીરમ
એક બાઉલમાં વિટામિન ઇ તેલ, એલોવેરા જેલ અને ગુલાબજળને સારી રીતે મિક્સ કરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો જેથી એકસરખું મિશ્રણ બનાવો. આ મિશ્રણને હવાચુસ્ત બોટલમાં રેડો અને તેને રેફ્રિજરેટરમાં રાખો.
જે તમને ગ્લોઈંગ સ્કિનમાં નવી ચમક અને તાજગી આપશે
રાત્રે સૂતા પહેલા આ સીરમને ફેસ અને ગરદન પર હળવા હાથે મસાજ કરો. જે તમને ગ્લોઈંગ સ્કિનમાં નવી ચમક અને તાજગી આપશે. આ સીરમ માત્ર કરચલીઓ ઘટાડવામાં જ મદદ કરતું નથી પણ સ્કિનને એન્ટી એજિંગ અને ચમકદાર બનાવે છે. હોમમેઇડ ફેસ સીરમ સ્કિનને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કુદરતી પોષણ આપે છે. તે નેચરલ સામગ્રીથી બનેલું તેથી કોઈ આડઅસર થવાની શક્યતા નથી. આ સીરમ સ્કિનને ઊંડે સુધી હાઇડ્રેટ રાખે છે. સ્કિનને સોફ્ટ રાખે છે. આ ઉપરાંત સીરમ સ્કિન પરની કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઘટાડવામાં અસરકારક સાબિત થઇ શકે છે.