Silk saree wash: સિલ્કની સાડી દેખાવમાં જેટલી મસ્ત લાગે છે એટલી પહેર્યા પછી પણ સુંદર લાગે છે. સિલ્કી સાડી બીજી સાડીઓ કરતા મોંધી હોય છે. સિલ્કની સાડી પહેરીને તમે બહાર જાવો છો તો વટ પડી જાય છે અને પર્સનાલિટી પણ મસ્ત પડે છે. પરંતુ સિલ્કીની સાડીનું ધ્યાન બહુ રાખવુ પડે છે. ખાસ કરીને સિલ્કની સાડીઓ ડ્રાય ક્લિનિંગ માટે બહાર આપવી પડતી હોય છે, પડતુ તમે ઘરે પણ સરળતાથી ધોઇને મસ્ત કરી શકો છો. જો કે પ્રશ્ન એ થાય છે કે જ્યારે સિલ્કની સાડીમાં કોઇ ડાઘ પડી જાય તો શું કરવુ. તો આજે અમે તમને કેટલાક સ્ટેપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે સરળતાથી સિલ્કની સાડી ઘરે ડ્રાય ક્લિનિંગ કરી શકશો. તો જાણો આ વિશે વધુમાં..
જાણો સિલ્કીની સાડી કેવી રીતે ઘરે ડ્રાય ક્લિનિંગ કરશો
સારા મટિરીયલનો ઉપયોગ કરો
તમે જ્યારે પણ સિલ્કની સાડીને વોશ કરો ત્યારે સૌ પ્રથમ એ ધ્યાન રાખો કે મટિરીયલ સારું હોય. આ માટે તમે ફેબ્રિક ડિટરજન્ટ, એક ડોલ અને બે ટોવેલ લો.
ક્લિનિંગ સોલ્યુશન આ રીતે બનાવો
હવે ડોલમાં પાણી ભરો અને એમાં એક ચમચી લિક્વિડ ડિટરજન્ટ નાખો. ત્યારબાદ બે ચમચી ગ્લિસરીન મિક્સ કરો. આમ કરવાથી સિલ્કની સાડી મસ્ત રીતે વોશ થાય છે.
રંગનું ખાસ ધ્યાન રાખો
તમે જ્યારે પણ સિલ્કની સાડી વોશ કરો ત્યારે ખાસ કરીને પહેલાં એ ચેક કરી લો કે સાડીનો કલર જતો નથી ને. આ માટે સાડીનો એક નાનો છેડો લો અને સોલ્યુશનમાં ડુબાડો. રંગ જતો નથી તો સાડીને વોશ કરો, પરંતુ રંગ જાય છે તો તમે બહાર ક્લિનિંગ માટે આપો.
ડોલનો ઉપયોગ કરો
તમે જ્યારે પણ સોલ્યુશન ડોલમાં નાખો ત્યારે સામાન્ય ગરમ પાણી લો. આ વાતનું ધ્યાન રાખો કે ડોલમાં વધારે માત્રામાં ક્લિનિંગ સોલ્યુશન મિક્સ કરવાનું નથી.
સાડીને સોલ્યુશનમાં નાખો
હવે સાવધાની પૂર્વક સાડીને હુંફાળા પાણી અને સોલ્યુશનમાં ડુબાડો. ધ્યાન રાખો કે સાડીને વધારે સમય સુધી રાખવાની નથી.
ઠંડા પાણીથી ધોવો
આ પ્રોસેસ પૂરી થઇ જાય એટલે સિલ્કની સાડીને ઠંડા પાણીમાં નીચોવી લો.
સુકવવા માટે ટોવેલનો ઉપયોગ કરો
સાડીને સુકવવા માટે તમારે ખાસ કરીને ટોવેલનો ઉપયોગ કરવાનો છે. આ માટે તમે ટોવેલમાં સાડી લપેટી લો અને પછી દબાવીને પાણી કાઢો.
તડકામાં સુકવશો નહીં
તમે જ્યારે પણ સિલ્કની સાડી સુકવો ત્યારે તડકામાં સુકવશો નહીં. તડકામાં સુકવવાથી કલર ઝાંખો પડી શકે છે.
લો હીટ પર ઇસ્ત્રી કરો
હંમેશા સિલ્કની સાડીને લો હિટ પર ઇસ્ત્રી કરવાની આદત પાડો.
આ રીતે સિલ્કની સાડી મુકો
તમે એસિડ ફ્રી ટિશ્યુ પેપરની સાથે ફોલ્ડ કરીને સાડી મુકો. પછી આ સાડીને હેંગરમાં લટકાવી દો.