Food News: રાજસ્થાની ડિશ દાલ બાટી વિશે તો તમે સાંભળ્યું જ હશે. દાલ બાટીની સાથે એક અન્ય વાનગી ચુરમા પણ આપવામાં આવે છે. આ સ્વીડ ડિશ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. રાજસ્થાનમાં આ ડિશ ખૂબ જ ખાવામાં આવે છે. જો તમે પણ પરંપરાગત રાજસ્થાની ચુરમાનો સ્વાદ માણવા માગો છો તો, આજે અમે તમને તેની સરળ રેસીપી વિશે સ્ટેપ બાય સ્ટેપ જણાવવા જઈ રહ્યા છીએ. રાજસ્થાની ચુરમાને ઘઉંનો લોટ, ઘી અને દૂધની મદદથી આસાનીથી બનાવી શકાય છે. જાણો સ્ટેપ બાય સ્ટેપ રાજસ્થાની ચુરમા બનાવવાની રેસીપી.
ચુરમા બનાવવા માટેની સામગ્રી
- કેટલા લોકો માટે – 4
- 1 કપ ઘઉંનો લોટ
- 4 ચમચી સોજી
- જરૂરિયાત મુજબ દૂધ
- 1/2 કપ દળેલી ખાંડ
- 1 1/2 કપ શુદ્ધ તેલ
- 10 ચમચી ઘી
- સજાવટ માટે 4 ચમચી સમારેલા ડ્રાય ફ્રૂટ્સ
ચુરમા બનાવવાની રીત
- એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ અને સોજી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણમાં 4 ચમચી ઘી ઉમેરીને હાથ વડે મેશ કરી લો.
- હવે ઘઉં-સોજીના મિશ્રણમાં થોડું-થોડું દૂધ ઉમેરીને લોટ બાંધો.
- લોટ ભેળ્યા પછી કોટનના કપડાંથી ઢાંકીને બાજુ પર રાખી દો.
- જ્યારે લોટ પર્યાપ્ત સખત થઈ જાય ત્યારે તેમાંથી નાના-નાના બોલ સમાન ભાગમાં બનાવી લો.
- હવે તમારી હથેળીઓ વચ્ચે બોલને થોડું દબાવીને થોડું ચપટી કરી લો. આવા રીત વધુ પેડા તૈયાર કરી લો.
- હવે મીડીયમ આંચ પર એક ઊંડો પેન મૂકીને તેમાં તેલ ગરમ કરો.
- તેલ પૂરતું ગરમ થઈ જાય ત્યારે કાળજીપૂર્વક તેમાં એક પછી એક ચુરમાના બોલ્સ નાખીને ડીપ ફ્રાય કરી લો.
- જ્યારે બોલ્સ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે બર્નર બંધ કરી દો.
- એકસ્ટ્રા તેલ શોષી લેવા માટે તેને કાગળ અથવા ટીશ્યુ પેપર પર મૂકો.
- આ ચુરમા બોલ્સને ઠંડા થવા દો.
- હવે એક ગ્રાઇન્ડર જારમાં તળેલા બોલ્સ મૂકો.
- સ્મૂધ પાવડર તૈયાર થાય ત્યાં સુધી આ બધું પીસી લો.
- પીસ્યા પછી એક મોટો બાઉલ લઈ તેમાં ચુરમા નાખો.
- બાકીનું ઘી ઓગળીને ચુરમા પર રેડી દો.
- ચુરમામાં દળેલી ખાંડ ઉમેરીને બધી સામગ્રીને ચમચી વડે સારી રીતે મિક્સ કરી લો.
તૈયાર છે સ્વાદિષ્ટ ચુરમા. - ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને દાળ બાટી સાથે સર્વ કરો.
ટિપ્સ
- સારા સ્વાદ માટે ખાંડને બદલે ગોળ પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે.
- જો દૂધ ઉપલબ્ધ ન હોય તો લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે.
- આ ચુરમા બોલ્સને હાથથી મોટી પ્લેટમાં પણ તોડી શકાય છે.