Side Effects of Salt : આપણે બધા રોજે-રોજ મીઠાનું સેવન કરીએ છે. શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે મીઠું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લીવર, હાર્ટ અને થાઈરોઈડ જેવા અનેક અંગો માટે મીઠું જરૂરી હોય છે. જો કે, વધુ પ્રમાણમાં મીઠાનું સેવન શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જાણો વધુ પડતું મીઠું ખાવાથી સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે.
વધુ પડતા મીઠાના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન
હાર્ટ માટે ખતરનાક
ખોરાકમાં વધુ પડતું મીઠાનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. આનાથી હૃદય નબળું પડવાની સાથે હાર્ટ એટેકનો પણ ખતરો છે.
સ્ટ્રોકનું જોખમ
આજકાલ મોટાભાગના લોકો રેડી ટુ ઈટ ફૂડ અને જંક ફૂડનું સેવન કરે છે. આમાં વધુ પ્રમાણમાં મીઠું હોય છે. આ પ્રકારના ફૂડના સેવનથી સ્ટ્રોક જેવા ગંભીર જોખમો વધી શકે છે.
કિડનીની સમસ્યા
વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી શરીરમાંથી પાણી પેશાબ અને પરસેવાના રૂપમાં ઝડપથી બહાર નીકળવા લાગે છે. આ કારણે કિડનીની સમસ્યા થઈ શકે છે.
હાડકાંની નબળાઈ
વધુ પડતું મીઠાનું સેવન કરવાથી હાડકામાં રહેલું કેલ્શિયમ ઓછું થવા લાગે છે. જેના કારણે હાડકા નબળા થવા લાગે છે. આગળ જતા આ નબળાઈ ઓસ્ટીયોપોરોસીસ જેવી ગંભીર બીમારીમાં ફેરવાઈ જાય છે.
કેટલી માત્રામાં કરવું મીઠાનું સેવન
ગંભીર રોગોથી બચવા માટે રોજિંદા ડાયટમાં માત્ર 5 ગ્રામ મીઠું જ પૂરતું છે. ભોજનમાં ઓછું મીઠું ઉમેરો. ભોજનમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાવાનું બંધ કરી દો.