
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
પોલીસ ખાતું એટલે શિસ્તની સાંકળથી બંધાયેલુ ખાતુ. જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં એક રૂપાળું સૂત્ર વાંચવા મળશે ” MAY I HELP YOU” એટલે કે હું તમારી શું મદદ કરી શકું છું. એવું સૂત્ર વાસ્તવમાં કેટલું સાર્થક થઈ રહ્યું છે એ તો જે પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢે એને જ ખબર પડે. કારણ કે પોલીસ ઉપર પ્રજાને હવે વિશ્વાસ જ નથી.
અને આને અનુરૂપ જ બિહારના સામાજિક કાર્યકર્તાના “બનાવટી એન્કાઉન્ટર” પર ભાજપે જ પોતાની સરકાર પણ નિશાન સાધી ને બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફિક્સમાં મૂકી દીધા છે. આ મામલો છે બિહાર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં 26 વર્ષીય ભારત ભૂષણ તિવારીના મૃત્યુથી રાજ્યમાં તોફાન મચી ગયું છે. ભોજપુરના શાહપુર વિસ્તારના બિલૌટી ગામના રહેવાસી તિવારી પુર, નદી ધોવાણ અને વિસ્થાપન જેવા મુદ્દાઓને સોશિયલ મીડિયા પર પ્રકાશિત હતા. તારીખ 17 જૂનના રોજ તેમનું મોત થયું હતું. આ ભારત ભુષણ તિવારીનો કોઈ મોટો ગુનાહિત રેકોર્ડ નથી અને તે “માનસિક રીતે અસ્થિર” દેખાતા હતા. અને તિવારીએ ખરેખર આત્મસમર્પણ કર્યું હતું. તેથી પોલીસે આવી કાર્યવાહી (એનકાઉન્ટરની) ન કરવી જોઈતી હતી. આમ જોવા જઈએ તો તિવારીની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી હતી. ઉપરાંત તિવારી દલિત વર્ગના મુદ્દા ઉઠાવી રહ્યા હતા. એક બાજુ પોલીસે બે અલગ અલગ કારણો આપ્યા હતા. જેના કારણે આ કથિત એન્કાઉન્ટર અંગે ચર્ચા થઈ હતી. અહેવાલ મુજબ 16 જૂન ના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં પોલીસે જણાવ્યું હતું કે શાહપુર પોલીસ સ્ટેશન પાસે એક વ્યક્તિ હથિયાર લઈને ફરતો હોવાની માહિતી મળી હતી. અને પોલીસે પાછળથી કહ્યું હતું કે તે ખરેખર માનસિક રીતે અસ્થિર છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે તેને માનસિક આરોગ્ય સુવિધામાં ખસેડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેના કબજા માંથી હથિયાર મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા.
જોકે બીજા દિવસે જ્યારે કથિત નકલી એન્કાઉન્ટર થયું ત્યારે પોલીસે બીજું નિવેદન જાહેર કર્યું હતું જેમાં દાવો કર્યો હતો કે તેમણે ભોજપુર એસટીએફ ટીમ સાથે મળીને તેને શરણાગતિ સ્વીકારવા માટે બોલાવ્યો હતો. પરંતુ તેણે પોતાની પાસે રહેલી પિસ્તોલથી પોલીસ પર સમયાંતરે ગોળીબાર કરવાનું ચાલુ રાખ્યું હતું. પોલીસ તેમના જીવ અને સલામતી માટે ખતરો ગણાતા તેઓએ તે વ્યક્તિને નજીક જવાનો પ્રયાસ કર્યો અને તે વ્યક્તિ (તિવારી)એ પોલીસ પર ગોળીબાર કર્યો. જવાબમાં પોલીસ ટીમે સ્વબચાવ માં અને જનતાને બચાવવા માટે ગોળીબાર કર્યો. જે વ્યક્તિના પગમાં વાગી ત્યાર બાદ વ્યક્તિ તિવારીનું પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) પટનામાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે લોકોનું કહેવું છે કે મરનાર તિવારી પોતાની પિસ્તોલ ફેંકીને પોલીસ સમક્ષ
આત્મસમર્પણ કરતો હતો તે વીડિયોમાં દેખાઈ રહ્યું છે ત્યારે પોલીસે ગોળી મારવાનું કારણ શું? આમ તિવારીના પરિવાર સહિત બિહારના તમામ વિપક્ષો હવે આ બાબતે બિહારની ભાજપ સરકાર પાસે ન્યાયની માંગ કરી જવાબદારોને સજા કરાવવા સજાગ બન્યા છે.



