
હાર બાદ RJDની સમીક્ષા બેઠકબિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયાચૂંટાયેલા ધારાસભ્યો ઉપરાંત લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાતેજસ્વી યાદવ બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ ફરીથી સંભાળશે. રાષ્ટ્રીય જનતા દળના વિધાનસભા પક્ષની બેઠકમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. તેજસ્વીને રાષ્ટ્રીય જનતા દળના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. ચૂંટાયેલા ધારાસભ્યો ઉપરાંત લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારના કારણો પર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આરજેડીના રાજ્યસભા સાંસદ સંજય યાદવ પણ હાજર હતા. પાર્ટીએ આ હાર માટે ચૂંટણી પંચના પક્ષપાતી વલણ અને EVM હેકિંગને જવાબદાર ગણાવ્યું હતું.
આરજેડીની બેઠકમાં તેજસ્વી યાદવને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સોમવારે (૧૭ નવેમ્બર) તેજસ્વીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. તેજસ્વી યાદવ શરૂઆતમાં પક્ષના નેતા બનવા માટે અનિચ્છા ધરાવતા હતા. લાલુ યાદવ અને રાબડી દેવી પણ બેઠકમાં હાજર હતા. તમામે સર્વાનુમતે તેજસ્વીને તેમના નેતા તરીકે ચૂંટ્યા.
આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારના કારણો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે પાર્ટીની હારથી પાર્ટી સુપ્રીમો લાલુ પ્રસાદના પોતાના પરિવારમાં જ મતભેદ પેદા થયા છે. લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યએ આરોપ લગાવ્યો હતો કે તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
રોહિણીએ દાવો કર્યો હતો કે પાર્ટીની હારની જવાબદારી લેવાના પ્રશ્ન પર તેજસ્વી સાથે તેમનો ઝઘડો થયો હતો. રોહિણીએ તેજસ્વીના નજીકના સહયોગી સંજય યાદવ અને રમીઝ પર પણ આરોપ લગાવ્યો હતો.
જ્યારે પારિવારિક ઝઘડા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, RJD સાંસદ અભય કુશવાહાએ મીટિંગમાંથી બહાર નીકળીને કહ્યું કે લાલુ યાદવે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેજસ્વી યાદવે પાર્ટી માટે ખૂબ જ મહેનત કરી છે. તેજસ્વી પાર્ટીના આગામી નેતા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NDA ગઠબંધન દ્વારા કેબિનેટ ફોર્મ્યુલા લગભગ અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. નીતિશ કુમારને મુખ્યમંત્રી પદ આપવામાં આવશે, જ્યારે ભાજપને બે નાયબ મુખ્યમંત્રી આપવાની જાેરદાર ચર્ચા ચાલી રહી છે.




