
બિહારની રાજનીતિમાં મોટો ફેરફાર જાેવા મળ્યો RJD માં પેઢી પરિવર્તન, તેજસ્વી યાદવ બન્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષતેજસ્વી યાદવને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવી લાલુ પ્રસાદ યાદવે નેતૃત્વની જવાબદારી નવી પેઢીને સોંપી છેપટણામાં રવિવારે યોજાયેલી રાષ્ટ્રીય જનતા દળ(RJD) ની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં બિહારની રાજનીતિમાં મોટો ફેરફાર જાેવા મળ્યો. બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા. આ બેઠકની અધ્યક્ષતા RJDના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કરી હતી.
લાલુ પ્રસાદ યાદવના વધતા વય અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. પાર્ટીના સૂત્રો અનુસાર, આ માત્ર પદની બદલી નથી પરંતુ RJD માં પેઢી પરિવર્તનનો સ્પષ્ટ સંકેત છે. હવે પાર્ટીના દૈનિક ર્નિણયો અને રાજકીય દિશા નિર્ધારણમાં તેજસ્વી યાદવની ભૂમિકા વધુ મજબૂત બનશે.
આ બેઠકમાં દેશભરના ૨૦થી વધુ પ્રદેશ પ્રમુખો, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો, ધારાસભ્યો, સ્ન્ઝ્ર અને સાંસદોએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન સંગઠનને મજબૂત બનાવવા, આવનારી ચૂંટણીની રણનીતિ અને રાજ્ય તેમજ દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વિધાનસભા ચૂંટણી બાદ આ RJD ની પહેલી મોટી બેઠક હતી. ચૂંટણીમાં અપેક્ષા મુજબ પરિણામ ન મળતા પાર્ટીએ આત્મમંથન શરૂ કર્યું છે.
આરજેડીના પ્રદેશ પ્રમુખ મંગણીલાલ મંડલે તેજસ્વી યાદવને સંગઠન સંબંધિત વિગતવાર રિપોર્ટ સુપરત કર્યો છે. આ રિપોર્ટના આધારે આશરે ૩૦૦ જેટલા પાર્ટી નેતાઓ અને કાર્યકરો સામે શિસ્તભંગની કાર્યવાહી થવાની શક્યતા છે.
બેઠકમાં પ્રદેશ પ્રમુખો અને મહાસચિવના હોદ્દા પર પણ ફેરફાર અથવા નવા ચહેરાઓને તક આપવાની ચર્ચા થઈ હોવાનું મનાય છે. નવેમ્બર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તેજસ્વી યાદવે શનિવારે પહેલીવાર પાર્ટી કાર્યાલયની મુલાકાત લીધી હતી, જે તેમના સક્રિય નેતૃત્વની શરૂઆત તરીકે જાેવામાં આવી રહી છે.
આ બેઠક પહેલા RJD માં આંતરિક ચર્ચાઓ પણ તેજ થઈ હતી. લાલુ યાદવની પુત્રી અને તેજસ્વીની બહેન રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેજસ્વીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. જાેકે પાર્ટીના મોટા ભાગના નેતાઓએ તેજસ્વી યાદવના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો અને એકતા દર્શાવી.
બેઠક બાદ તેજસ્વી યાદવે નીતિશ કુમાર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે બિહારમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સરકારને જવાબદાર ઠેરવી.
તેજસ્વીએ આરોપ લગાવ્યો કે સરકાર ગુનાઓ પર નિયંત્રણ લાવવા બદલે રાજકીય પ્રચારમાં વ્યસ્ત છે. બીજી તરફ, JDU ના પ્રવક્તા નીરજ કુમારે તેજસ્વીના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા તેમની ટીકા કરી હતી.




