
પહેલા દર્દીને લકવાગ્રસ્ત કરે છે દેશમાં નવી મહામારીનું એલર્ટ, એક કીડાને કારણે કેરળમાં ૧૭ ના મોત થયા આ મૃત્યુ ‘દુર્લભ મગજ ખાનાર અમીબા‘ને કારણે થયું છે. આ રોગને પ્રાથમિક એમોબિક મેનિન્ગોએન્સેફાલીટીસ પણ કહેવામાં આવે છે
જાે તમે નહેર, નદી કે તળાવમાં તરવા જાઓ છો, તો સાવધાન રહો. એક ઝેરી પાણીનો કીડો લોકોને મારી રહ્યો છે. આ કીડો નરી આંખે દેખાતો નથી પણ શરીરમાં પ્રવેશ્યા પછી, તે મગજને કરડવાનું શરૂ કરે છે અને પહેલા દર્દીને લકવાગ્રસ્ત કરે છે અને પછી તેને ધીમી મૃત્યુ તરફ ધકેલી દે છે. કેરળમાં અત્યાર સુધીમાં આવા ૬૬ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૭ મૃત્યુ પામ્યા છે. ડોકટરોના મતે, આ મૃત્યુ ‘દુર્લભ મગજ ખાનાર અમીબા‘ને કારણે થયું છે. આ રોગને પ્રાથમિક એમોબિક મેનિન્ગોએન્સેફાલીટીસ (ઁછસ્) પણ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી, કેરળમાં ઘણા લોકો જીવંત સૂક્ષ્મજીવાણુના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સૂક્ષ્મજીવાણુનું નામ નેગ્લેરિયા ફાઉલેરી છે, જેને બોલચાલમાં ‘મગજ ખાનાર અમીબા‘ કહેવામાં આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં કેરળમાં એમોબિક મેનિન્ગોએન્સેફાલીટીસના ૬૭ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૮ લોકોના મોત થયા છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે પાણીની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા અને તેનો સામનો કરવા સૂચનાઓ આપી છે.
મળતી માહિતી મુજબ, વધતા તાપમાનને કારણે આ એમોબિક મેનિન્જાઇટિસના કેસ વધી રહ્યા છે. નેગ્લેરિયા ફાઉલેરી અમીબાથી થતા આ ચેપની ઝડપી ગતિ અને અત્યંત ઘાતકતાને જાેતાં, નિષ્ણાતો પાણીની સુરક્ષા અને આબોહવા સંબંધિત આરોગ્ય જાેખમો વિશે માહિતી આપી રહ્યા છે અને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. હવે આવી સ્થિતિમાં, દરેકના મનમાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આ ‘મગજ ખાનાર અમીબા‘ કેવી રીતે ખીલી રહ્યો છે અને તેને કેવી રીતે ટાળી શકાય, આ વિશે પણ જાણો.
તબીબોએ જણાવ્યું કે, તાજેતરમાં મગજ અમીબા સંબંધિત
