
BMC ચૂંટણી માટે મતદાન કરવા સ્ટાર્સ પહોંચ્યા.અક્ષય કુમાર, સચિન તેંડુલકર સહિતના સ્ટાર્સે કર્યું મતદાન.મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો.મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીના દિવસે મુંબઈમાં લોકશાહીનો ઉત્સવ જાેવા મળ્યો, કારણ કે ઘણા પ્રખ્યાત ફિલ્મ સ્ટાર્સ વહેલી સવારે મતદાન મથકો પર પહોંચ્યા હતા. ૧૫ જાન્યુઆરીના રોજ યોજાનારી આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં, સ્ટાર્સે માત્ર તેમના મતદાનના અધિકારનો ઉપયોગ જ કર્યો નહીં પરંતુ જનતાને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.
બોલિવૂડથી લઈને ક્રિકેટના મોટા-મોટા સ્ટાર્સ મ્સ્ઝ્ર ચૂંટણી ૨૦૨૬ માટે મતદાન કરવા પહોંચ્યા હતા, જેમાં સૌથી પહેલા વહેલી સવારે સચિન તેંડુલકર વોટિંગ કરવા પહોંચ્યા હતા. જાેકે, મતદાનને લઈ તમામ સ્ટાર્સમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે, અને તેઓ જનતાને પણ મતદાન કરવા માટે અપીલ કરતા જાેવા મળી રહ્યા છે. તેમની પત્ની અંજલિ અને પુત્રી સારા તેંડુલકર પણ જાેવા મળ્યા હતા.
અક્ષય કુમાર મુંબઈમાં પોતાના મતદાન મથક પર પહોંચ્યા હતા, અને જનતાને મતદાન કરવા માટે બહાર આવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમે સતત પાણીની અછત, વીજળીનો અભાવ, ખરાબ રસ્તાઓ અને અપૂરતા કચરા વ્યવસ્થાપન અંગે ફરિયાદ કરીએ છીએ. આપણે આ સમસ્યાઓના ઉકેલ શોધવા જાેઈએ, પરિવર્તન લાવવા માટે લાયક ઉમેદવારને મત આપવો જાેઈએ.
અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ પણ મતદાન કર્યું, અને જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, મતદાન મને મારી જાતને વ્યક્ત કરવાની શક્તિ આપે છે. હું આદત અને આશાથી મતદાન કરી રહી છું. અક્ષય અને ટ્વિંકલ સિવાય આમિર ખાન તેમના પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા. અભિનેતાની સાથે તેમના બાળકો, ઇરા અને જુનૈદ અને તેમની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ પણ હતા.
સુનિલ શેટ્ટીએ લોકોને મતદાન કરવાની અપીલ કરતા કહ્યું હતું કે, મને લાગે છે કે, આ અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણીઓમાંની એક છે, તેથી દરેક વ્યક્તિએ બહાર આવીને મતદાન કરવું જાેઈએ.
ભાજપના સાંસદ હેમા માલિની મુંબઈના જુહુ સ્થિત જમનાબાઈ નરસી સ્કૂલ મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે જનતાને અપીલ કરી હતી કે, તેઓ મોટી સંખ્યામાં મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે.
સલીમ ખાન પોતાના પરિવાર સાથે બાંદ્રા માઉન્ટ મેરી મતદાન મથક પર મતદાન કરવા આવ્યા હતા. સલીમ ખાનને ત્રણ પુત્રો છે સલીમ ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન. આજે સવારે BMC ચૂંટણી ૨૦૨૬માં મતદાન કર્યા પછી જાેન અબ્રાહમે હસતો પોઝ આપીને તસવીરો માટે પોઝ આપ્યા હતા.
અક્ષય અને ટ્વિંકલ સિવાય આમિર ખાન તેમના પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા. અભિનેતાની સાથે તેમના બાળકો, ઇરા અને જુનૈદ અને તેમની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ પણ હતા. તમન્ના ભાટિયાએ BMC ચૂંટણી ૨૦૨૬ માટે મતદાન કર્યા પછી પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. લાઈટ પિંક ડ્રેસમાં ટ્રેડિશનલ લુકમાં અભિનેત્રી એકદમ સુંદર લાગી રહી હતી.




