
મણિપુરના ચુરાચંદપુર અને તેંગનોપાલ જિલ્લામાં સુરક્ષા દળોએ સાત હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. પોલીસે આ માહિતી આપી છે. આ ઘટના અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ચુરાચંદપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઓલ્ડ ગેલમોલ ગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન, એક AK-56 રાઇફલ અને ચાઇનીઝ મૂળના હેન્ડ ગ્રેનેડ સહિત સાત ફાયર આર્મ્સ મળી આવ્યા હતા.
મણિપુરના ચુરાચંદપુર અને તેંગનોપાલ જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ સાત હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.
સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
સુરક્ષા દળોએ તેંગનુપાલના મોરેહ પોલીસ સ્ટેશન હદ હેઠળના ગોવાજુંગ વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને લગભગ 1 કિલો વજનના બે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) અને લગભગ 5 કિલો વજનનો એક IED જપ્ત કર્યો હતો. ગયા વર્ષે મે મહિનાથી મણિપુરમાં વંશીય હિંસામાં 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે.
વિસ્તારમાંથી હથિયારો અને ચાર હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.
અગાઉ, ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નુંગબ્રમ અને લારોક વૈફેઈ વિસ્તારોમાં 7.62 mm રશિયન RPD મશીનગન અને 5.56 mm INSAS રાઇફલ મળી આવી હતી. આ જ વિસ્તારમાંથી બે વધુ હથિયારો અને ચાર હેન્ડ ગ્રેનેડ, બે વાયરલેસ રેડિયો સેટ અને ગોળીઓ પણ જપ્ત કરવામાં આવી છે.
કાંગપોકપી જિલ્લાના લામાટોન થંગબુહ નજીક નેપાળી ખુટ્ટી વિસ્તારમાંથી ત્રણ હથિયારો, એક ડિટોનેટર, એક IED અને ગોળીઓ મળી આવી છે. મે મહિનામાં હિંસા ફાટી નીકળ્યા બાદથી સુરક્ષા દળો સમગ્ર મણિપુરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. બે જૂથો વચ્ચે થયેલી હિંસામાં 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.
