
૧ ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ.SIR કરતાં-કરતાં ૨૩ BLO ના મોત, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી.સુપ્રીમ કોર્ટે આજે તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને બિહારની SIR અરજીઓ પર સુનાવણી કરી હતી.SIR કેસમાં ૨૩ BLO ના મોતના આરોપો પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે આ સંદર્ભમાં માહિતી પૂરી પાડી હતી, જેના પગલે કોર્ટે ચૂંટણી પંચ પાસેથી સ્પષ્ટતા માંગી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણી પંચોને ૧ ડિસેમ્બર સુધીમાં તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં SIR કેસોની આગામી સુનાવણી ૯ ડિસેમ્બરે થશે. આ મામલો મતદારોના રક્ષણ અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો છે.
સંબંધિત રાજ્ય ચૂંટણી પંચોને ૧ ડિસેમ્બર સુધીમાં તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ બેન્ચને માહિતી આપી હતી કે, અરજી મદ્રાસ હાઇકોર્ટમાં પહેલાથી જ દાખલ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી અને કમિશન અને રાજ્ય કમિશન નજીકથી સંકલન કરી રહ્યા છે. ૯૯ ટકા મતદારોને તેમના ફોર્મ મળ્યા છે, જેમાંથી ૫૦ ટકાથી વધુ ડિજિટલ સ્વરૂપમાં છે. ઝ્રત્નૈં એ કેરળ SIR મામલે અલગ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.સુપ્રીમ કોર્ટમાં અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે દાવો કર્યો હતો કે, SIR ના દબાણ હેઠળ ૨૩ મ્ન્ર્ં મૃત્યુ પામ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. કોર્ટે આ ગંભીર બાબતે ચૂંટણી પંચ પાસેથી સ્પષ્ટતા માંગી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, તે કેરળ રાજ્ય ચૂંટણી પંચને પણ તેનો જવાબ દાખલ કરવાની મંજૂરી આપશે.બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ SIR સામે વાંધો વ્યક્ત કરતા ચૂંટણી પંચને બે પત્રો લખી ચૂક્યા છે. તેમણે SIR પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવાની પણ માંગ કરી છે. કાનૂની સલાહ લીધા પછી કમિશન હવે મમતાના પત્રોનો જવાબ આપશે. આ દરમિયાન, ચૂંટણી પંચે TMC નેતાઓને બેઠક માટે બોલાવ્યા છે. શાસક પક્ષે કમિશન સાથે મુલાકાતની વિનંતી કરી હતી.SIR પ્રક્રિયા હાલમાં ૧૨ રાજ્યોમાં ચાલી રહી છે, પરંતુ બંગાળમાં સૌથી વધુ હોબાળો જાેવા મળી રહ્યો છે. શાસક પક્ષ, તૃણમૂલ કોંગ્રેસે સતત તેનો વિરોધ કર્યો છે. પક્ષનો આરોપ છે કે, આ પ્રક્રિયા તમામ BLO પર ભારે દબાણ લાવે છે, જેના પરિણામે ૩૦ થી વધુ BLO ના મોત થયા છે. મમતા દીદીનો આરોપ છે કે, મૃત્યુ પામેલા કેટલાક લોકોએ દબાણને કારણે આત્મહત્યા કરી હતી.




