
સ્પેસ ટેકનોલોજીમાં નવો યુગ.સાણંદમાં ૫૦૦ કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઈટ ફેક્ટરી બનશે.આ ફેક્ટરીમાં સેટેલાઈટના ડિઝાઇનિંગથી લઈને તેના ફાઈનલ ટેસ્ટિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ એક જ છત નીચે સંપન્ન કરવામાં આવશે.ઓટોમોબાઈલ અને ફાર્મા હબ તરીકે જાણીતું સાણંદ હવે સ્પેસ ટેકનોલોજીનું કેન્દ્ર બનશે. અહીંના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અઝિસ્ટા સ્પેસ દ્વારા ¹ ૫૦૦ કરોડના રોકાણ સાથે દેશની પ્રથમ પ્રાઈવેટ ‘ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જ્યાં સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી સેટેલાઈટનું નિર્માણ કરવામાં આવશે.ઓટોમોબાઈલ અને ફાર્મા હબ તરીકે પ્રખ્યાત સાણંદના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અઝિસ્ટા સ્પેસની અત્યાધુનિક ‘ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આ દેશનો પ્રથમ ઈન્ટિગ્રેટેડ પ્રાઈવેટ સેટેલાઈટ પ્લાન્ટ બનશે, જ્યાં સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી સેટેલાઈટનું નિર્માણ કરવામાં આવશે.આ ફેક્ટરીમાં સેટેલાઈટના ડિઝાઇનિંગથી લઈને તેના ફાઈનલ ટેસ્ટિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ એક જ છત નીચે સંપન્ન કરવામાં આવશે, જે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક સજ્જતામાં પાયાનું યોગદાન આપશે. સાણંદની પસંદગી અંગે અઝિસ્ટા સ્પેસના એમ.ડી. શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદ એ સેટેલાઈટના હૃદય સમાન ગણાતા પેલોડનું મુખ્ય કેન્દ્ર હોવાથી અમે આ વિસ્તારની પસંદગી કરી છે.કંપનીએ સિલિકોન કાર્બાઇડ મિરર જેવી જટિલ ટેકનોલોજીનું ભારતની ધરતી પર જ સફળતાપૂર્વક નિર્માણ કરીને પોતાની ટેકનિકલ ક્ષમતા પુરવાર કરી છે. ઈસરો અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તૈયાર થનારો આ પ્લાન્ટ આગામી સમયમાં વૈશ્વિક સ્પેસ માર્કેટમાં ભારતને મજબૂત સ્થાન અપાવશે.




