
આ મિશનમાં કુલ ૧૫ સેટેલાઇટ્સને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા.ઇસરોએ PSLV-C62 રોકેટથી અન્વેષા સેટેલાઈટ લોન્ચ કર્યો.અંતરિક્ષમાં ભારતની ‘ત્રીજી આંખ’, 600km ની ઊંચાઈથી દુશ્મનના ફોટા પાડશે, ન તો PAK આતંકવાદીઓ છુપાઈ શકશે, ન તો ચીનની ચાલાકી.ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)આજે સવારે ૧૦.૧૮ વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી વર્ષ ૨૦૨૬નું પ્રથમ સેટેલાઇટ મિશન લોન્ચ કર્યાે. આ લોન્ચ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV)-C62 દ્વારા કરવામાં આવ્યો.આ મિશનમાં કુલ ૧૫ સેટેલાઇટ્સને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા. જેમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-N1) અન્વેષા મુખ્ય છે, જેને પૃથ્વીથી લગભગ ૬૦૦ કિલોમીટર ઉપર પોલર સન-સિંક્રોનસ પોલર ઓર્બિટ (SSO)માં સ્થાપિત થશે.અન્વેષા સેટેલાઇટને રક્ષા અનુસંધાન એવમ વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ અદ્યતન ઇમેજિંગ ક્ષમતાઓથી સજ્જ એક જાસૂસી (ગુપ્ત) સેટેલાઇટ છે, જેનો ઉદ્દેશ્ય સચોટ દેખરેખ અને મેપિંગ કરવાનો છે. આ પૃથ્વીથી ઘણા સો કિલોમીટર ઉપર હોવા છતાં ઝાડીઓ, જંગલો અથવા બંકરોમાં છુપાયેલા દુશ્મનોની તસવીરો લઈ શકે છે.આ મિશનને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) પુરુ કરવાનું છે. NSIL, ISRO ની કોમર્શિયલ શાખા છે.
આ PSLV રોકેટની કુલ ૬૪મી ઉડાન પણ છે. આ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ બનાવવા અને તેના લોન્ચ માટેનું ૯મું કોમર્શિયલ મિશન છે.જે ૧૫ સેટેલાઇટ્સને લોન્ચ કરવામાં આવશે, તેમાં ૭ ભારતીય અને ૮ વિદેશી સેટેલાઇટ પણ સામેલ છે. હૈદરાબાદ સ્થિત ધ્રુવા સ્પેસ આ લોન્ચ દ્વારા પોતાના ૭ સેટેલાઇટ્સ અંતરિક્ષમાં મોકલી રહી છે. ૮ વિદેશી સેટેલાઇટ્સમાં ફ્રાન્સ, નેપાળ, બ્રાઝિલ અને યુકેના સેટેલાઇટ સામેલ છે.આ મિશન ભારતના પ્રાઇવેટ સ્પેસ સેક્ટર માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે પહેલીવાર કોઈ ભારતીય ખાનગી કંપનીએ PSLV મિશનમાં આટલો મોટો હિસ્સો લીધો છે.PSLV દુનિયાના સૌથી ભરોસાપાત્ર લોન્ચ વાહનોમાં ગણાય છે. આ જ રોકેટથી ચંદ્રયાન-૧, મંગળયાન અને આદિત્ય-L1 જેવા મિશન લોન્ચ કરવામાં આવ્યા છે.આયુસેટ આ મિશનનો મુખ્ય ભાગ છે અને તેને ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટઅપ ઓર્બિટએઇડ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે, સેટેલાઈટની ઓપરેશનલ લાઈફ તેમાં રહેલા ફ્યુઅલના પ્રમાણ પર મર્યાદિત હોય છે. એકવાર ફ્યુઅલ ખતમ થઈ જાય પછી, સેટેલાઈટ નકામો બની જાય છે અને ઘણીવાર સ્પેસનો કચરો બની જાય છે.આયુસેટનો ઉદ્દેશ્ય આ માનસિકતા બદલવાનો છે. ભારતના પ્રથમ ઓર્બિટ રિફ્યુઅલિંગ ટેકનોલોજી ડેમોંસ્ટ્રેટર તરીકે, તે ઓર્બિટએઇડના ડોકિંગ અને રિફ્યુઅલિંગ પોર્ટ (SIDRP) માટે અનન્ય સ્ટાન્ડર્ડ ઇન્ટરફેસનું પરીક્ષણ કરશે, જે અવકાશમાં ઉપગ્રહોને રિફ્યુઅલ કરવા માટે ડિઝાઈન કરાયેલ છે.




