આમ આદમી પાર્ટી (AAP) એ પણ રવિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચોથી યાદી બહાર પાડી. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી કાલકાજી વિધાનસભા બેઠક પરથી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડશે.
ચોથી યાદીમાં 38 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
રમેશ પહેલવાનને કસ્તુરબા નગરથી ટિકિટ મળી હતી
આમ આદમી પાર્ટીની આજે ચોથી યાદીમાં, રમેશ પહેલવાન, જેઓ તેમની કાઉન્સિલર પત્ની સાથે ભાજપમાંથી AAPમાં જોડાયા હતા, તેમને કસ્તુરબા નગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
મદનલાલની ટિકિટ કપાઈ
આમ આદમી પાર્ટીની ચોથી યાદીમાં માત્ર એક ધારાસભ્ય મદન લાલની ટિકિટ કાપવામાં આવી છે. તે જ સમયે, ગેંગસ્ટર સાથે સંબંધ હોવાના આરોપમાં જેલમાં રહેલા ઉત્તમ નગરના ધારાસભ્ય નરેશ બાલિયાનની પત્ની પોશ ઉર્ફે પૂજા નરેશ બાલિયાનને ટિકિટ આપવામાં આવી છે.
જુઓ સંપૂર્ણ યાદી-
આ પહેલા આપની પોલિટિકલ અફેર્સ કમિટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉમેદવારોના નામ પર લાંબી ચર્ચા થઈ હતી અને ત્યારબાદ ઉમેદવારોની નવી યાદીને મંજૂરી આપવામાં આવી હતી.