
સૈયારાની જાેડીની આ લવસ્ટોરીમાં એક્શન પણ હશે અહાન પાંડે-અનીત પડ્ડાની લવ સ્ટોરીનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ ઓક્ટોબરમાં અંધેરીમાં સ્ટુડિયોમાં શૂટિંગ પૂરૂ કરી નવેમ્બરમાં ગોવામાં આઉટડોર શૂટિંગ શરૂ કરાશે
૨૦૨૫ની હીટ લવસ્ટોરી’ સૈયારા’ની જાેડી અનિત પડ્ડા અને અહાન પાંડેને લઇ મોહિત સૂરીએ તેમની બીજી લવસ્ટોરીનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ કરી દેશે. પહેલાં અંધેરીમાં આવેલાં વાયઆરએફ સ્ટુડિયોમાં ઓક્ટોબરથી ઇન્ડોર શૂટિંગ કરવામાં આવશે. એ પછી નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ ગોવામાં શરૂ કરવામાં આવશે. નિર્માતાના અંદાજ અનુસાર ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર સુધીમાં પુરૂ કરી લેવામાં આવશે.દરમ્યાન અહાન પાંડેની અલી અબ્બાસ ઝફર ર્નિદેશિત એક્શન ફિલ્મનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. અનિત પડ્ડાએ ૨૦૨૪માં બીગ ગર્લ્સ ડોન્ટ ક્રાય નામની સિરિઝ કરી હતી એ પછી તેની સૈયારા ફિલ્મ સાથે ફિલ્મી જગતમાં એન્ટ્રી પડી હતી. હવે અનિત પડ્ડા અને અહાન પાંડેની જાેડી એક પરિપક્વ લવ સ્ટોરીમાં કામ કરવાની છે. તે સાથે આ કલાકારો ફક્ત વન ફિલ્મ વંડર છે કે ખરેખર લાંબી રેસના ખેલાડી પુરવાર થાય છે તે પણ સાબિત થઈ જશે.




