વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ વચગાળાના બજેટની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ નાણામંત્રીને બજેટ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ બજેટ વિકસિત ભારતને સમર્પિત છે.
વચગાળાના બજેટમાં વિકાસનો સમાવેશ થાય છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આ વચગાળાનું બજેટ વિકાસનો સમાવેશ કરતું છે. તેમાં સાતત્યની ખાતરી છે, તે વિકસિત ભારતના તમામ 4 આધારસ્તંભો – યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે. આ બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની ખાતરી આપે છે. આ વિકસિત ભારત માટે સમર્પિત બજેટ છે.