
દેશના ૧૫મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાકૃષ્ણન.સી. પી. રાધાકૃષ્ણનની શપથવિધિ દરમિયાન જગદીપ ધનખડ અન્ય પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને હામિદ અન્સારીની બાજુમાં બેઠા હતા.સી પી રાધાકૃષ્ણને આજે શુક્રવારે ૧૫મા ઉપરાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ જાેવા મળ્યા હતા. તે ૨૧ જુલાઈના રોજ રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત જાહેરમાં જાેવા મળ્યા છે.
સી. પી. રાધાકૃષ્ણનની શપથવિધિ દરમિયાન જગદીપ ધનખડ અન્ય પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને હામિદ અન્સારીની બાજુમાં બેઠા હતા. ૫૩ દિવસ બાદ તેઓ પહેલી વખત જાહેર સમારોહમાં જાેવા મળ્યા હતા. જગદીપ ધનખડે ઑગસ્ટ, ૨૦૨૨માં ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યુ હતું. ૨૧ જુલાઈના રોજ સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ રાજીનામું આપી દીધું હતું. તેમણે સ્વાસ્થ્યનો હવાલો આપી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ વિપક્ષે વાંધો ઉઠાવતાં વિવાદ સર્જાયો હતો.
NDA ના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને આજે શુક્રવારે દેશના ૧૫મા ઉપરાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા છે. તેમણે હરીફ I.N.D.I.A બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને બહુમતી સાથે હાર આપી હતી. આરએસએસ સાથે જાેડાયેલા તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા સી પી રાધાકૃષ્ણન(ઉ.વ. ૬૭) એ ૪૫૧ મત હાંસલ કર્યા હતા, જ્યારે બી. સુદર્શન રેડ્ડીને ૩૦૦ મત મળ્યા હતા.
ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સાંસદો અને સમર્થકોની સંખ્યાને ધ્યાનમાં લેતાં સી પી રાધાકૃષ્ણનની જીત પહેલાંથી જ નિર્ધારિત હતી. એનડીએ પાસે ૪૨૭ સાંસદ હતા, આ સિવાય રૂજીઇ કોંગ્રેસ પક્ષના ૧૧ સાંસદો અને અન્ય પક્ષનું સર્મથન પણ હતું. જેથી તેઓ ૩૭૭નો આંકડો સરળતાથી પાર કરી ગયા. એનડીએના પક્ષમાં ક્રોસ-વોટિંગના સંકેત પણ જાેવા મળ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત બાદ રાધાકૃષ્ણને ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ મૂર્મુએ નવી નિમણૂક માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો કાર્યભાર સોંપ્યો છે. કોયમ્બતુરમાંથી બે વખત સાંસદ અને તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ રાધાકૃષ્ણન રાજકારણમાં દાયકાથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે. તેમણે રાજકીય કારકિર્દી જનસંઘથી શરુ કરી હતી, બાદમાં ભાજપમાં સામેલ થયા. જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદ પર હતા, ત્યારે ઘણીવખત સરકારની વિરોધમાં ર્નિણયો આપ્યા હતા. તેમણે સરકારની ઘણી કામગીરી પર વાંધો ઉઠાવ્યો હતો. આ ચોમાસું સત્રમાં અચાનક રાજીનામું આપતાં વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેથી તેમનું રાજીનામું રાજકારણમાં વિવાદનું કારણ બન્યું હતું. ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યાના બે મહિના બાદ સુધી તેઓ જાહેર જીવનથી સંપૂર્ણપણે ગુમ થયા હતા. જેનાથી રાજકીય ખળભળાટ મચ્યો હતો. સોશિયલ મીડિયા પર અનેક અટકળો અને વિવાદ થયા હતા. જાે કે, તેમણે સ્વાસ્થ્ય સંબંધિત કારણોના લીધે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને ૧૫૨ મતથી હરાવ્યા હતા. ચૂંટણીમાં ૭૮૮ સભ્યોમાંથી ૭૬૭ સભ્યોએ મતદાન કર્યું હતું. રાધાકૃષ્ણનને અપેક્ષા કરતાં વધુ ૪૫૨ મત મળ્યા હતા. જ્યારે સુદર્શન રેડ્ડીને માત્ર ૩૦૦ મત મળ્યા હતા. કોયમ્બતુરમાંથી બે વખત સાંસદ અને તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ રાધાકૃષ્ણન રાજકારણમાં દાયકાથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે. તેમણે રાજકીય કારકિર્દી જનસંઘથી શરુ કરી હતી, બાદમાં ભાજપમાં સામેલ થયા.
