
ICC નો ઐતિહાસિક ર્નિણય.મહિલા અમ્પાયર અને મેચ અધિકારીઓની પેનલની જાહેરાત.મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ ૩૦ સપ્ટેમ્બરથી ૨ નવેમ્બર દરમિયાન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજશે.આગામી મહિલા વર્લ્ડ કપ માટે ICCએ એક મોટી જાહેરાત કરી છે. આ વર્લ્ડ કપ ૩૦ સપ્ટેમ્બરથી ૨ નવેમ્બર સુધી ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. ICCએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ માટે મહિલા અમ્પાયર અને મેચ અધિકારીઓની પેનલની જાહેરાત કરી છે. આ પહેલી વાર બનશે કે ટુર્નામેન્ટના તમામ મેચ અધિકારીઓ અને અમ્પાયર મહિલાઓ હશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC)એ વર્લ્ડ કપ અંગે આ ઐતિહાસિક ર્નિણય લીધો છે.ICC પ્રમુખ જય શાહે કહ્યું, મહિલા ક્રિકેટની સફરમાં આ એક નિર્ણાયક ક્ષણ છે. અમને આશા છે કે આ રમતના તમામ પાસાઓમાં ઘણી નવી કહાનીઓનો માર્ગ મોકળો કરશે. મેચ અધિકારીઓ તરીકે મહિલા પેનલનો સમાવેશ એ માત્ર એક મોટી સિદ્ધિ જ નહીં પરંતુ ક્રિકેટમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે ICC અતૂટ પ્રતિબદ્ધતાનું મજબૂત પ્રતિબિંબ પણ છે. તેમણે કહ્યું, આ વિકાસ પ્રતીકાત્મક મૂલ્યથી ઘણો આગળ છે. તે દૃશ્યતા, તક અને આવનારી પેઢીઓને પ્રેરણા આપી શકે તેવા અર્થપૂર્ણ રોલ મોડેલ બનાવવા વિશે છે. વૈશ્વિક મંચ પર શ્રેષ્ઠતાને ઉજાગર કરીને, અમારું લક્ષ્ય આકાંક્ષાઓને પ્રજ્વલિત કરવાનું અને લિંગ-ભેદથી આગળ વધીને ક્રિકેટમાં નેતૃત્વ અને પ્રભાવને મજબૂત બનાવવાનું છે.
શાહે કહ્યું, મહિલા રમતના વિકાસમાં એક નવા અધ્યાયને ઓળખવાનો અમને ગર્વ છે. અમારું માનવું છે કે આ પહેલની અસર આ ટુર્નામેન્ટથી ઘણી આગળ વધશે, જે વિશ્વભરની વધુને વધુ મહિલાઓને અમ્પાયરિંગ કારકિર્દી બનાવવા અને રમતમાં શું શક્ય છે તે ફરીથી વ્યાખ્યાયિત કરવામાં મદદ કરશે. ICC દ્વારા જાહેર કરાયેલ અમ્પાયર અને રેફરીના પેનલમાં ત્રણ ભારતીય નામોનો પણ સમાવેશ થાય છે. ય્જી લક્ષ્મી રેફરી હશે, જ્યારે વૃંદા રાઠી અને ગાયત્રી વેણુગોપાલન અમ્પાયર હશે.
ICC મેચ અધિકારીઓની પેનલ
મેચ રેફરી: ટ્રૂડી એન્ડરસન, શાંડ્રે ફ્રિટ્ઝ, GS લક્ષ્મી, મિશેલ પરેરા.
અમ્પાયર્સ: લોરેન એજેનબેગ, કેન્ડેસ લા બોર્ડે, કિમ કોટન, સારાહ ડામ્બનેવાના, શથિરા ઝાકિર જેસી, કરીન ક્લાસ્તે, જનાની એન, નિમાલી પરેરા, ક્લેર પોલોસાક, વૃંદા રાઠી, સુ રેડફર્ન, એલોઈસ શેરિડન, ગાયત્રી વેણુગોપાલન, જેકલીન વિલિયમ્સ
