
Goa News : ગોવામાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં બિહારના બે મજૂરોની ધરપકડ કરી છે. સાઉથ ગોવાના વાસ્કો શહેરમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પાસે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
શુક્રવારે સવારે બાળકી સ્થળ નજીક બેભાન હાલતમાં મળી આવી હતી
પોલીસ અધિક્ષક (દક્ષિણ) સુનીતા સાવંતે જણાવ્યું હતું કે આરોપી મુરારી કુમાર પેઇન્ટર અને ઉપનેશ કુમાર છોકરીના માતા-પિતા સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હતા.
તેમણે કહ્યું કે બાળકી શુક્રવારે સવારે ઘટનાસ્થળ પાસે બેભાન હાલતમાં મળી આવી હતી. હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આરોપી એક વર્ષ પહેલા ગોવા કામ કરવા આવ્યો હતો
અધિકારીએ જણાવ્યું કે પોલીસે પૂછપરછ માટે બાંધકામ સ્થળ પર કામ કરતા 20 મજૂરોની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. બંને આરોપીઓ એક વર્ષ પહેલા ગોવા કામ અર્થે આવ્યા હતા.
