
ખાતામાં બોનસના રૂપમાં આવશે ૧૩,૮૧૬ રૂપિયા કેન્દ્ર સરકારે પોસ્ટ વિભાગના કર્મચારીઓને ભેટ આપી બોનસની ગણતરી માટે મહત્તમ પગાર મર્યાદા ૭,૦૦૦ રૂપિયા પ્રતિ મહિનો નક્કી કરવામાં આવી છે તહેવારી સિઝનમાં કેન્દ્ર સરકારે રેલવે બાદ હવે પોસ્ટ વિભાગના કર્મચારીઓને ભેટ આપી છે. સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પોસ્ટ કર્મચારીઓના પરફોર્મેન્સ લિંક્ડ બોનસ (PLB)ની જાહેરાત કરી દીધી છે. સંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગ દ્વારા જારી આદેશ અનુસાર, પાત્ર કર્મચારીઓને ૬૦ દિવસના પૂરા ૨ મહિનાના પગારના આધારે બોનસ આપવામાં આવશે. હવે સરકારે પોસ્ટ વિભાગના ગ્રુપ ‘સી’, નોન ગેજેટેડ ગ્રુપ ‘બી’ અને MTS કર્મચારીઓ, ગામડાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત ગ્રામીણ ડાક સેવકો (ગ્રામીણ પોસ્ટલ એજન્ટો), ફુલ ટાઈમ અને અસ્થાયી કેઝ્યુઅલ લેબરર્સને ૨ મહિનાની સેલેરીના બરાબર બોનસ આપવાની જાહેરાત કરી છે. ગ્રામીણ પોસ્ટલ એજન્ટોના બોનસની ગણતરી PLB અને મોંઘવારી ભથ્થાના આધાર પર થશે. આમાં પણ મહત્તમ મર્યાદા ૭,૦૦૦ રૂપિયા જ રહેશે. આખુ વર્ષ કામ ન કરનારા પાત્ર કર્મચારીઓને પણ સરેરાશ આધાર પર બોનસ મળશે.
કેટલું મળશે બોનસ?: બોનસની ગણતરી માટે મહત્તમ પગાર મર્યાદા ૭,૦૦૦ રૂપિયા પ્રતિ મહિનો નક્કી કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે, જાે કોઈ કર્મચારીનો મૂળ પગાર અને ભથ્થું મળીને ૭,૦૦૦ રૂપિયાથી વધારે છે, ત્યારે પણ બોનસ ૭,૦૦૦ સેલેરી માનીને જ આપવામાં આવશે.
બોનસ આપવાનો ફોર્મુલા: બોનસ = (સરેરાશ પગાર * ૬૦ દિવસ) / ૩૦.૪. અહીં ૩૦.૪ને મહિનાનો રેશિયો માનવામાં આવ્યો છે. આ હિસાબથી એક દિવસની કમાણી ૨૩૦.૨૬ રૂપિયા (૭,૦૦૦/૩૦.૪) થશે. આ ફોર્મુલા હેઠળ પાત્ર કર્મચારીઓના બેંક ખાતામાં મહત્તમ ૧૩,૮૧૬ રૂપિયાનું બોનસ ટ્રાન્સફર કરવામાં આવશે.
શું પાર્ટ-ટાઈમ પોસ્ટ એજન્ટોને મળશે બોનસ?: સરકાર દ્વારા જાહેર બોનસ કોઈપણ જગ્યાએ પાર્ટ ટાઈમ કામ કરનારા કર્મચારીને નહીં આપવામાં આવે. જાે કોઈ પોસ્ટ એજન્ટ વર્ષની વચ્ચે ભરતી થયો અથવા વચ્ચે નોકરી છોડી છે, તો તેને માત્ર તેટલા જ મહિનાના આધાર પર બોનસ મળશે, જેટલા મહિના તેણે કામ કર્યું. જે કર્મચારી ૧ એપ્રિલથી ૩૧ માર્ચ ૨૦૨૬ની વચ્ચે રિટાયર થયા છે, જેમણે રાજીનામું આપ્યું છે અથવા બીજા વિભાગમાં ટ્રાન્સફર થયા છે, તેમને પણ તેમના કાર્યકારી દિવસોના હિસાબથી બોનસના રૂપિયા મળશે.




